NATIONAL

Punjabના ફાઝિલ્કામાં પાકિસ્તાનથી આવેલ RDX જપ્ત, ડ્રોન દ્વારા કરાઈ હતી ડિલિવરી

પંજાબમાં પાકિસ્તાનથી હથિયારો અને માદક પદાર્થોની દાણચોરી અટકી રહી નથી. ગુરુવારે BSFએ રાજ્યના ફાઝિલ્કામાં એક કિલો RDX (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) રિકવર કર્યું હતું. બોર્ડર પેટ્રોલિંગ દરમિયાન BSF જવાનોએ ડ્રોનની ગતિવિધિ જોઈ હતી. ત્યારબાદ સૈનિકોએ જ્યારે વિસ્તારની તપાસ કરી તો તેમને એક બોક્સમાં RDX મળી આવ્યું હતું.

BSF એલર્ટ

BSFએ પંજાબ પોલીસને RDX સોંપી દીધું છે, હવે પંજાબ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. સરહદ પારથી આવી ઘટનાઓ અવારનવાર બને છે, જેના કારણે પાકિસ્તાનથી પંજાબમાં ડ્રગ્સ અને હથિયારો મોકલવામાં આવે છે. તેને જોતા BSF સરહદ પર હંમેશા એલર્ટ રહે છે.

RDXની સાથે જ બેટરી અને ટાઈમર પણ રિકવર

પંજાબમાંથી RDX મળી આવવા બાબતે BSFએ કહ્યું કે, RDXની સાથે જ બેટરી અને ટાઈમર પણ રિકવર કરવામાં આવ્યા હતા. આ પાછળનો હેતુ શું છે તેની તપાસ ચાલી રહી છે. પરંતુ સરહદ પારથી આવી ટેકનોલોજીના ઉપયોગને કારણે સુરક્ષા એજન્સીઓ સામે પડકારો વધી રહ્યા છે.

તપાસ સ્ટેટ સ્પેશિયલ સેલને સોંપવામાં આવી

મળતી માહિતી મુજબ ફાઝિલ્કાના અબોહર સેક્ટરના ભારત-પાકિસ્તાન બોર્ડર વિસ્તાર બહાદુર પાસે ડ્રોનની મુવમેન્ટ જોવા મળી હતી. જ્યારે BSFને આ અંગેની જાણ થઈ હતી. ત્યારે તેઓએ વિસ્તારની તપાસ કરી અને એક IED બોમ્બ મળી આવ્યો હતો. આ બોમ્બ એક ટીન બોક્સમાંથી મળી આવ્યો હતો, જેમાં લગભગ એક કિલો RDX ભરેલું હતું. તેની સાથે બેટરી અને ટાઈમર પણ ફીટ કરવામાં આવ્યા હતા. BSF દ્વારા તેને રિકવર કર્યા પછી તેને ફાઝિલ્કાના સ્ટેટ સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે, જ્યાં આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી હતી

અગાઉ 2021માં પણ આવી જ એક ઘટના ફાઝિલ્કામાં સામે આવી હતી. તે સમયે અહીંથી ટિફિન બોમ્બ સપ્લાય કરવામાં આવતા હતા, જેનો ઉપયોગ રાજ્યભરમાં બ્લાસ્ટ માટે કરવામાં આવતો હતો. જેમાં જલાલાબાદ અને ફિરોઝપુરમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં આરોપીનું પણ મોત થયું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button