શહેરાથી નાડા ગામ તરફ્ જવાના રસ્તાની કામગીરી શરૂ કર્યા બાદ એક વર્ષથી બંધ હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ રસ્તો 50 કરતા વધુ ગામોને જોડતો હોવા સાથે ઉબડખાબડ બની જતા વાહન ચાલકો માટે કમ્મરતોડ પુરવાર થઈ રહયા હોય તેમ છતાં રસ્તાની કામગીરી ફરીથી શરૂ કરાઈ ન હતી.
શહેરા થી નાંદરવા થઈને નાડા ગામ તરફ્ જવાનો રસ્તો અનેક જગ્યાએ તૂટી જતા એક વર્ષ અગાઉ આ રસ્તાની કામગીરી શરૂ કરાઈ હતી,જોકે શરૂઆતમાં રસ્તાની થોડી ગણી કામગીરી કર્યા બાદ કોઈ કારણસર નવીન રસ્તાની કામગીરી બંધ થઈ ગઈ હતી. એક વર્ષથી આ રસ્તાની કામગીરી બંધ થઈ જતા પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ રસ્તો 50 કરતા વધુ ગામોને જોડતો હોવા સાથે રસ્તો અતિ બિસ્માર હોવાથી અહી થી પસાર થતા વાહન ચાલકોનો સમય વધારે જવા સાથે વાહનો નું મેન્ટેનિસ પણ વધી જતું હોય તો નવાઈ નહિ, દિવસ અને રાત્રિ દરમિયાન નાના મોટા વાહનો ની અવર જવર રહેતી હોવા સાથે બાઈક જેવા નાના વાહન ચાલકો ને અહી થી પસાર થતી વેળાએ ગણી તકલીફ્ પડતી હોય તેમજ આ રસ્તા પર પડેલ મસ મોટા ખાડા ઓ ના કારણે વાહનો ને પણ નુકશાન જતુ હોવાથી વાહન ચાલકો નો આક્રોશ પણ તંત્ર સામે જોવા મળી રહ્યો હતો.સબંધિત તંત્ર દ્વારા આ રસ્તાની મરામત કરવામાં પણ વિચાર્યું નથી.જ્યારે તાલુકાના અનેક ગામોને જોડતોઆ રસ્તો બિસ્માર હોવા છતા ક્યા કારણથી સબંધિત તંત્ર દ્વારા રસ્તાની કામગીરી શરૂ કરાઈ નથી એવા અનેક સવાલો હાલ વાહન ચાલકો સાથે જાગ્રુત નાગરીકોમાંથી ઉઠી રહયા હતા. ઉબડખાબડ બનેલ રસ્તાની કામગીરી વહેલી તકે શરૂ કરવામા એવી આશા રોજિંદા પસાર થતા વાહન ચાલકો રાખી રહયા હતા.
Source link