GUJARAT

Rajkot: ધોરાજીથી ફરેણી જવાનો રસ્તો બિસ્માર હાલતમાં, રોડ નવો બનાવવાની લોકોની માગ

રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી તરફ અને ત્યાંથી નાની પરબડી તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય ખરાબ હાલતમાં છે. ત્યારે વાહનચાલકોને આ રોડ પરથી પસાર થવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેટલાય નાના-મોટા અકસ્માતો સર્જાયા

રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી અને ફરેણીથી નાની પરબડી ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય બિસ્માર હાલતમાં છે અને રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં માત્ર મસમોટા ખાડા જ જોવા મળી રહ્યા છે. જેને લઈને મોટરસાયકલ ચાલકોને ભારે મુશ્કેલી સહન કરવાની ફરજ પડે છે અને વળીયાને કારણે મોટરસાયકલનું બેલેન્સ પણ રહેતું નથી અને કેટલાક લોકો મોટર સાયકલ પરથી પડી પણ જાય છે, નાના-મોટા અકસ્માતો પણ થઈ થઈ રહ્યા છે.

10 કિલોમીટરનો રસ્તો બિસ્માર હાલતમાં

ધોરાજી ફરેણી અને નાની પરબડી જવાનો રસ્તો 10 કિલોમીટર જેવો થાય છે અને આ ખરાબ રસ્તાને કારણે સમયસર કોઈ જગ્યાએ પહોંચી શકાતું નથી અને સમયનો વેડફાટ થાય છે અને જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરેલી છે પણ છેલ્લા ઘણા વર્ષો થયા આ વિસ્તારના મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ હાલતમાં હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. અવારનવાર નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે અને લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે.

રસ્તાને તાત્કાલિક નવો બનાવવામાં આવે તેવી લોકોએ કરી માગ

આ 10 કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ હોય તેને લઈ ધોરાજીથી ફરેણી અને નાની પરબડી ગામ તરફ જવાનો રસ્તો જેમાં અપડાઉન કરતા લોકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ખેતરમાં જવા માટે ખેડૂતોને અને અન્ય જગ્યાએથી અન્ય ગામડામાં જવા માટે અસંખ્ય લોકો આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે, ત્યારે આ રસ્તો હવે માથાના દુખાવા સમાન બની ગયો છે. ત્યારે વાહન વ્યવહાર ચાલકો તથા સ્થાનિક લોકોની માગ છે કે આ 10 કિલોમીટરનો રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક નવો બનાવવામાં આવે અથવા તો સમારકામ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે લોકોને પડતી મુશ્કેલીઓનો અંત ક્યારે આવશે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button