SPORTS

Champions Trophyના શેડ્યૂલની આજે થશે જાહેરાત, 9 માર્ચે રમાશે ફાઈનલ!

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આજે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલની જાહેરાત કરી શકે છે. આ વૈશ્વિક ટૂર્નામેન્ટના શેડ્યૂલની છેલ્લા ઘણા દિવસોથી રાહ જોવાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે, જ્યારે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 9 માર્ચે રમાશે.

BCCI અને PCB વચ્ચે સંઘર્ષ!

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે. પાકિસ્તાને આ ટૂર્નામેન્ટનો ડ્રાફ્ટ શેડ્યૂલ લગભગ ત્રણ મહિના પહેલા ICCને મોકલ્યો હતો. પાકિસ્તાને લાહોરમાં ભારત સામેની મેચનું આયોજન કર્યું હતું, પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી BCCI અને PCB વચ્ચે લાંબો સમય સંઘર્ષ ચાલ્યો હતો.

ભારતે હાઈબ્રિડ મોડલની કરી હતી ઓફર

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલની ઓફર કરી હતી, પરંતુ પાકિસ્તાને શરૂઆતમાં તેને ફગાવી દીધી હતી. જોકે, થોડા દિવસો પહેલા PCBએ કેટલીક શરતો સાથે હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી હતી. આમાં સૌથી મોટી ડિમાન્ડ 2026ના T20 વર્લ્ડ કપ માટે ભારત આવવાની હતી.

ભારતની જીદ સામે ઝૂક્યુ પાકિસ્તાન

BCCI અને PCB વચ્ચેની સમજૂતી બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો હાઈબ્રિડ મોડલ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાશે. ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની મેચો દુબઈમાં યોજાશે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની 10 મેચોની યજમાની કરશે. જો ભારતીય ટીમ સેમી ફાઈનલ અને ફાઈનલમાં પહોંચશે તો તેની નોકઆઉટ મેચો પણ દુબઈમાં રમાશે. જો ટીમ ઈન્ડિયા નોકઆઉટ સ્ટેજ પહેલા બહાર થઈ જશે તો સેમીફાઈનલ અને ફાઈનલ લાહોર અને રાવલપિંડીમાં યોજાશે.

આજે જાહેર થશે શેડ્યૂલ

ત્યારથી બધા સંપૂર્ણ શેડ્યૂલની રાહ જોઈ રહ્યા છે. આજે આ રાહનો અંત આવવાની આશા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શેડ્યૂલની જાહેરાત આજે કરવામાં આવશે, પરંતુ ICCએ કર્યું નથી. હવે જોવાનું એ રહે છે કે ICC આજે શેડ્યૂલ જાહેર કરે છે કે નહીં.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button