ધંધુકા શહેરના અંબાપુરા વિસ્તારમાં ભક્તિ ફેરી માટે આવ્યાનું બહાનું આપી બે બહેનોએ ત્રણ લોકોને કેફી વસ્તુ સુંઘાડી સોનાનો ચેન તથા રોકડ સાથે કુલ 63 હજાર ના મુદામાલ ની ચકચારી ચોરી ને ભરચક વિસ્તારમાં ભર બપોરે અંજામ આપી રફુચક્કર થઈ જવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
નવરાત્રી ના પાવન દિવસોમાં જ પોલીસ મથક ની પાછળના જ વિસ્તારમાં ઠગ ટોળી એ કારસ્તાન કરતા લોકો ભયભીત બન્યા છે અને ધંધુકા શહેર અને પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું રોષ પૂર્વક જણાવી રહ્યા છે. ધંધુકા અંબાપુરા વિસ્તારમાં રહેતા મીનાબેન હસમુખભાઈ મેળજીયા તેમના ઘરે હતા ત્યારે બે બહેનો ભક્તિ ફેરી કરવા આવ્યા છીએ તેવું જણાવતા મીનાબેન ના પતિ પણ ઘરે આવ્યા હતા અને ત્યાર બાદ બન્ને અજાણી બહેનો એ પર્સ માં થી કંઈક કાઢી હસમુખભાઈ અને તેમના મમ્મી ને સુંઘાડી દીધું હતું અને ચા બનાવવા ગયેલ મીનાબેન ને પણ કંઈક સુંઘાડી દેતા ત્રણેય લોકો બેભાન થઈ ગયા હતા અને બન્ને ઠગ બહેનોએ હસમુખભાઈ ના ગળામાં પહેરેલ સોનાનો ચેન અને રોકડ રકમ લઈ રફુચક્કર થઈ ગઈ હતી.
થોડા સમય બાદ પડોશી કોઈ કામ. અર્થે. ધરે આવતા તેમને બેભાન અવસ્થામાં પડેલા ત્રણેય લોકો ને પાણી છાંટતા ભાન આવ્યું હતું અને તેમની સાથે આવી અઘટિત ઘટના ઘટી ગઈ હોવાનું માલુમ પડતા ધંધુકા પોલીસ મથકમાં ફ્રિયાદ નોંધાવી હતી. ધંધુકા શહેર અને પંથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે લોકો પોલીસની સક્રિયતા ને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે.
Source link