ENTERTAINMENT

શુભમન ગિલના દિલમાં કોણ? કપૂર પરિવારની દીકરી સાથેનો વીડિયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમનો યુવા અને ટેલેન્ટેડ ક્રિકેટર શુભમન ગિલ અવારનવાર ચર્ચામાં રહે છે. મેદાન પર તેનું શાનદાર પ્રદર્શન હોય કે પર્સનલ લાઈફ, ગિલ હંમેશા લાઈમલાઈટમાં રહે છે. શુભમનનું નામ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે પહેલાથી જ જોડાઈ ચૂક્યું છે. તાજેતરના મીડિયા અહેવાલો મુજબ ગિલનું નામ બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે પણ જોડાયું હતું.

ફેન્સે આપી આ પ્રતિક્રિયા

તાજેતરમાં જ શુભમન ગિલ અનિલ કપૂરની ભત્રીજી શનાયા કપૂર સાથે જોવા મળ્યો હતો, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. બંનેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ ચાહકોએ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

એડ શૂટથી શરુ થઈ ચર્ચાઓ

થોડા સમય પહેલા શુભમન ગિલ અને અનન્યા પાંડેએ એક એડ શૂટ કરી હતી, જે બાદ મીડિયામાં તેમની ડેટિંગની ચર્ચાઓ શરુ થઈ હતી. તાજેતરમાં જ શુભમન ગિલ અને શનાયા કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને સાથે જોવા મળી રહ્યા છે.

 

ફેન્સે કરી ફની કોમેન્ટ

આ વીડિયો “ઈન્સ્ટન્ટબોલીવુડ” ના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં શુભમન ગિલ બોલીવુડ એક્ટર અનિલ કપૂરની ભત્રીજી અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂર સાથે જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ ફેન્સે શુભમન ગિલ વિશે ખૂબ જ ફની કોમેન્ટ કરી હતી.

શુભમન ગિલ અને સારાની મિત્રતા

ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર શુભમન ગિલ અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર વચ્ચેની મિત્રતાના સમાચાર ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બંને વચ્ચે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ પહેલા શુભમન ગિલનું નામ બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન અને બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે જોડે નામ જોડાઈ ચૂક્યું છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button