ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના દિગ્ગજ ખેલાડીએ 2025 ની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં ધોની 21 માર્ચ, 2025 થી શરૂ થનારી ટુર્નામેન્ટ પહેલા પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.
ટીમની કેપ્ટનશીપ છોડી દીધી
મહેન્દ્ર સિંહ ધોની એક દાયકાથી વધુ સમયથી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સંકળાયેલા છે. IPL 2024 માં, તેને સીઝન પહેલા જ રુતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ સોંપી. કેપ્ટન પદ છોડ્યા છતાં, ધોની એક ખેલાડી તરીકે ટીમનો અભિન્ન ભાગ છે.
અનકેપ્ડ ખેલાડી તરીકે કર્યો રિટેન
નવા નિયમો હેઠળ, CSK એ એમએસ ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કર્યો છે. આ નવા નિયમ મુજબ, જે ખેલાડીઓએ 5 વર્ષથી પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું નથી તેમને અનકેપ્ડ ખેલાડી ગણવામાં આવશે. તે છેલ્લે 2019 વર્લ્ડ કપમાં ભારત માટે રમ્યો હતો.
તમને જણાવી દઈએ કે IPL 2024 માં CSK ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. આ પરિસ્થિતિમાં, ટીમ આ વખતે IPLમાં સારું પ્રદર્શન કરવા માંગશે. IPLમાં પોતાના ભવિષ્ય અંગે ધોનીએ કહ્યું હતું કે તે IPLમાં બાકીના વર્ષોનો આનંદ માણવા માંગે છે. આઈપીએલ 18 21 માર્ચથી શરૂ થશે. આ વખતે IPL 25 મે સુધી રમાશે અને તેમાં 74 મેચ રમાશે.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ
એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, મથિશા પથિરાણા, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), નૂર અહેમદ, રવિચંદ્રન અશ્વિન, ડેવોન કોનવે, સૈયદ ખલીલ અહેમદ, રચિન રવિન્દ્ર, અંશુલ કંબોજ, રાહુલ ત્રિપાઠી, સેમ કરન, ગુરજાપનીત સિંહ, નાથન એલિસ, દીપક હુડા, જેમી ઓવરટન, વિજય શંકર, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ, શ્રેયસ ગોપાલ, રામકૃષ્ણ ઘોષ, કમલેશ નાગરકોટી, મુકેશ ચૌધરી, શેખ રશીદ.