એક તરફ શહેરમાં આધુનિક ફાયર સ્ટેશન બની રહ્યા છે ત્યારે મધ્યઝોનમાં દાણીપીઠ નજીક બજારમાં 2018થી નવા ફાયર સ્ટેશન માટેની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માત્ર 18 મહિનામાં પૂર્ણ કરવાની સમય અવધિ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ કોરોના આવી જતાં તે સમય લંબાવવામાં આવ્યો હતો.
આ પછી 2021થી ફરી તેના માટે કામગીરી શરૂ કરવામાં આવી જેના પણ 2 વર્ષથી વધુનો સમય થવા આવ્યો તો પણ બનીને તૈયાર થયું નથી. જ્યારે બીજી તરફ શહેરના મધ્યમા છેલ્લા 6 વર્ષથી ફાયર સ્ટેશન કથડી ગયેલી ઈમારતમાં ચાલી રહ્યું છે. જેમાં માત્ર એક જ ફાયરની ગાડી રહેલી છે. AMC ની સેન્ટ્રલ ઓફિસ નજીક હોવા છતાં પણ ફાયર સ્ટેશન સમયસર તૈયાર થયું નથી.છેલ્લા ઘણાં સમયથી દાણીપીઠ અને પાંચકુવા ફાયર સ્ટેશનના રિડેવોલ્પમેન્ટ માટેની કામગીરી ચાલી રહી છે. જેમાં દાણીપીઠનું ઐતિહાસિક બિલ્ડિંગ તોડીને નવું બનાવવાની કામગીરી 2018 થી શરૂ કરવામાં આવી છે. પરંતુ કોરોના આવવાના કારણે કામગીરી અટકી પડી હતી. જે પછી 2021 માં નવા કોન્ટ્રાક્ટર સાથે ફરી કામગીરી શરૂ કરવામાં આવી જેના માટે 18 મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ જે પછી આજે 3 વર્ષથી પણ વધુ સમય થવા આવ્યો છતાં હજી સુધી ફાયર સ્ટેશન તૈયાર થયું નથી. જેના કારણે જો શહેરના મધ્યમાં પોળ કે આસપાસના વિસ્તારમાં કોઈ ઘટના બને છે તો જમાલપુર કે શાહપુરથી ફાયરની ગાડીઓ બોલાવી પડે છે. જેમાં પણ વધુ સમય લાગે છે તેમ છતાં કોઈ જ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.
આ તરફ પાંચ-છ વર્ષથી ફાયર સ્ટેશનની કામગીરી ચાલતી હોવાના કારણે હાલમાં એક ખખડધજ મકાનમાં ફાયર કર્મીઓએ બેસવાની ફરજ પડી રહી છે. એટલું જ નહીં ત્યાં માત્ર એક જ ફાયરની ગાડી પાર્ક થઈ શકે છે. તેમજ આસપાસમાં બજાર અને સાંકળી ગલીઓ હોવાના કારણે તેમાંથી પસાર થવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે. હવે સમયસર નવું ફાયર સ્ટેશન બનીને તૈયાર થાય તો લોકોને રાહત મળી શકે છે.
Source link