GUJARAT

આવતીકાલથી શેત્રુંજય ગિરિરાજની યાત્રાનો થશે પ્રારંભ, હજારો શ્રદ્ધાળુઓ કરશે યાત્રા

જૈનોનું અતિ પવિત્ર તીર્થધામ પાલીતાણા ખાતે આવેલ શ્રી શેત્રુંજય ગિરિરાજ ગણાય છે, જે જૈન, જૈનેતરો માટે ધર્મના ઉપાસકો આરાધકો માટે આ મહિમાવત તીર્થ છે તેમજ મંદિરો અને જીનાલયોની નગરી તરીકે પણ જાણીતા પાલીતાણા તીર્થમાં ચાતુર્માસના ચાર માસ દરમિયાન શેત્રુંજય ગિરિરાજની યાત્રા બંધ રહે છે, જે કારતક સુદ પુનમના દિવસથી ચાર માસ બાદ આવતીકાલે શુક્રવારે શરૂ થશે.

આજે ચાતુર્માસ આરાધના પૂર્ણ થશે

આ કારતક સુદ પુનમના દિવસે યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે, જેથી ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાંથી સિદ્ધાચલ પાલીતાણા તરફ આવી શુક્રવારના દિવસે હજારો શ્રદ્ધાળુઓ યાત્રા કરી ધન્ય બનશે, તેમજ પાલીતાણાની ગિરિરાજની તળેટી પર આચાર્ય ભગવગતોની નિશ્રામાં ચાલતા ચાતુર્માસમાં આરધના કરતા જૈન શ્રાવક શ્રાવિકાઓને આજે ચાતુર્માસ આરાધના પૂર્ણ થશે અને શુક્રવારથી યાત્રા ખૂબ આનંદ ઉત્સાહપૂર્વક શ્રદ્ધાથી યાત્રા કરી દાદાના દરબારમાં માથું ટેકવી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે.

ચાતુર્માસના ચાર મહિના જે અષાઢ સુદ પુનમ પછીથી કારતક સુદ ચૌદશ સુધી ડુંગર પર યાત્રા બંધ રહે છે, એમ કહેવાય છે કે, અહિંસાના પાયાના સિદ્ધાંતોને માનનારા જૈન લોકો ચોમાસા દરમિયાન ડુંગર પર લીલોતરી હોય જેથી નાનામાં નાનો સુક્ષ્મ જીવ પણ પોતાના પગ નીચે આવી ન જાય તે માટે ડુંગર પર યાત્રા કરતા નથી તેમજ સાધુ, સાધ્વીજી ભગવંતો પણ વિહાર કરતા નથી અને ચાતુર્માસ દરમિયાન સાધુ, સાધ્વીજી ભગવંતો સ્થિર રહે છે, અને ગુરુ દેવોની નિશ્રામાં શ્રાવક, શ્રાવિકાઓ આરાધના કરતા હોય છે. ત્યારબાદ ચાર માસ પછી કારતક સુદ પુનમના દિવસથી યાત્રાનો પ્રારંભ થાય છે

શુક્રવારે 15 નવેમ્બરના રોજ કારતક સુદ પુનમે વહેલી સવારથી જય જય શ્રી આદિનાથના જયઘોષ સાથે શેત્રુંજય ગિરિરાજની મહાયાત્રાનો વિધિવત રીતે પ્રારંભ થશે. તેમજ આ યાત્રાનું આ દિવસે વિશેષ મહત્વ રહેલું હોવાથી મોટી સંખ્યામાં યાત્રિકો પાલીતાણા પહોંચી ગિરિરાજની મહાયાત્રા કરી ધન્ય બનશે.

ચાતુર્માસ દરમિયાન ચાર માસ યાત્રા બંધ રહે છે

વર્ષ દરમિયાન શેત્રુંજય ગિરિરાજની ચાર મોટી યાત્રા થાય છે જેનું અલગ અલગ મહત્વ રહેલું છે જે કારતક સુદ પૂનમ, ચૈત્ર સુદ પૂનમ, અષાઢ સુદ પૂનમ, અને ફાગણ સુદ તેરસ એમ આ ચાર દિવસ યાત્રાના મોટા દિવસો ગણવામાં આવે છે, જે ચાતુર્માસ દરમિયાન ચાર માસ યાત્રા બંધ રહે છે, જે ચાર માસ બાદ કારતક સુદ પૂનમના દિવસે યાત્રાનો આરંભ થાય છે, જેથી આ દિવસે ગિરિરાજ યાત્રા કરી દાદાના દર્શનનો પહેલો દિવસ હોય છે, અને આ દિવસની સાથે દ્રાવિડ અને વારીખિલ્લ અનશન કરી 10 કરોડ મુની સાથે મોક્ષ એ ગયા રાજા અને તેના સૈનિકોની કથા જોડાયેલી છે જેથી આ એક દિવસનું યાત્રા કરવાનું અનેરૂ મહત્વ ગણાય છે, જેથી આ દિવસે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ, સાધુ સાધ્વીજી ભગવંતો, શ્રાવક શ્રાવિકાઓ, હર્ષલ્લાસપૂર્વક ગીરીરાજની આ મહાયાત્રા કરી પુણ્ય ભાથું બાંધે છે.

શ્વેતામ્બર જૈન સમાજના ચાતુર્માસની પૂર્ણાહુતિ સાધુ-સાઘ્વીજી વિહાર પ્રારંભ

ગુરુવારે ચોમાસી ચૌદશ એટલે કે જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજનાં ચાતુર્માસની પૂર્ણાહુતિ થઈ અને શુક્રવારે જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન થઇ શકશે.એટલે કે જ ચાર મહિના સુધી એક સ્થળે સ્થિરતા બાદ ચોમાસી ચૌદશ બાદ વિહાર શરૂ થશે.

ભારતભરના જૈન સંઘોમાં શત્રુંજય તીર્થની ‘ભાવયાત્રા’નું આયોજન થશે

અષાઢ સુદ ચૌદશથી પ્રારંભ થયેલા જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ સોમવારે કારતક સુદ ચૌદશની સાંજે ‘સામૂહિક દેવવંદન’ અને ‘ચૌમાસી ચૌદશ’ના વિશેષ પ્રતિક્રમણ સાથે કરવામાં આવેલ.મીરપુર જહાજ મંદિર પારસમણિ તીર્થ ખાતે ચાતુર્માસ અર્થે બિરાજમાન મૌન વરિષ્ઠ પ.પૂ.મુનિરાજશ્રી પુન્યરત્નચંદ્રજી મ.સા,પ.પૂ.મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા એ જણાવ્યું કે કાર્તિકી પૂર્ણિમાની સવારથી વિહારનો પ્રારંભ થશે.જેને જૈન ધર્મ અનુસાર ‘ચાતુર્માસ પરિવર્તન’ કહેવામાં આવે છે, જે દિવસ શુક્રવારે છે. આ કારતક સુદ પૂર્ણિમાનો દિવસ જૈન સમાજ માટે મહત્ત્વનો બની રહેશે.

કેમ કે ચાતુર્માસ દરમિયાન બંધ રહેતી શત્રુંજય તીર્થની યાત્રાનો કાર્તિકી પૂર્ણિમાથી પ્રારંભ થશે.એક સ્થાને બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ થશે અને કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજીના જન્મદિવસ ની ઉજવણી પણ થશે. આ રીતે એક સાથે ત્રણ પ્રસંગો સર્જાશે. તેમણે વિશેષમાં જણાવ્યું કે ચાર માસ દરમિયાન વરસાદ આદિને કારણે શત્રુંજય પર્વત ઉપર સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે તીર્થયાત્રા બંધ રાખવામાં આવે છે. જેનો પ્રારંભ પૂનમનાં દિવસથી શરૂ થશે. જે શ્રાવક-શ્રાવિકાઓ પૂનમનાં દિવસે પાલિતાણા ન જઈ શકે તેઓ પોત-પોતાના જૈન સંઘમાં શત્રુંજય તીર્થનો પટ બાંધી તેની સમક્ષ ભાવથી તીર્થયાત્રા કરશે.

જેને શત્રુંજય તીર્થની ‘ભાવયાત્રા’ પણ કહેવાય છે.આ દિવસે શાશ્વત તીર્થ એવા શત્રુંજય તીર્થનું મહિમા ગાન પણ થતું હોય છે.એવું પણ કહેવાય છે કે કાર્તિકી પૂર્ણિમાએ દ્રાવિડ-વારિખિલ્લજી 10 કરોડ મુનિઓ મોક્ષ પદને પામ્યા છે.એટલું જ નહીં, આ તીર્થ પરથી અનેક અનંત આત્માઓને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. આ તીર્થની સ્પર્શના અને યાત્રા પણ કર્મનિર્જરામાં સહાયક બને છે.આ ભૂમિ એ એવી વિશિષ્ટ ભૂમિ છે કે તીર્થંકર પરમાત્માઓનું આ સાધના સ્થાન છે. આવા સ્થાનમાં માત્ર ગુજરાત જ નહીં, દેશભરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પધારતાં હોય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button