Western railway : Surat થી Jamnagar જવા માટે આટલી ટ્રેનો દોડે છે, જાણો સ્લીપરની કેટલી છે ટિકિટ?
Surat to Jamnagar train ticket : સુરત-વડોદરાથી જામનગર અને દ્વારકા ફરવા ઘણા લોકો જતા હોય છે તો આજે અમે તમને એવી ટ્રેનો વિશે જણાવશું કે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીની સફર કરાવશે. આ ટ્રેનમાં એક વાતો ખાસ ધ્યાનમાં રાખ્યા જેવી છે કે આ ટ્રેનમાં રિઝર્વેશનનું વેઈટિંગ લિસ્ટ ખૂબ જ હોય છે. તો જ્યારે જવાનું હોય તેના એક કે દોઢ મહિના પહેલા તમારે વહેલું રિઝર્વેશન કરાવવું પડે છે.
22945 SAURASHTRA MAIL : મુંબઈથી ઓખા સુધી જતી આ ટ્રેન સુરત 01.02 વાગ્યે પહોંચે છે તેમજ રાજકોટ 09.26 વાગ્યે અને જામનગર 11.06 વાગ્યે પહોંચાડે છે. અઠવાડિયાના દરેક વારે દોડે છે. સુરત થી જામનગર જવા માટે તે અંદાજે સાડા 10 કલાક જેટલો સમય લે છે. તેની સ્લિપર કોચની ટિકિટ 360 રુપિયા છે.
22923 JAM HUMSAFAR : બાન્દ્રા થી જામનગર તરફ જતી આ ટ્રેન સુરત 04.00 વાગ્યે પહોંચે છે અને રાજકોટ 12.02 વાગ્યે તેમજ જામનગર 14.20 વાગ્યે પહોંચાડે છે. જામનગર હમસફર ટ્રેન રવિવારે, મંગળવારે તેમજ શુક્રવારે ચાલે છે. તે સુરતથી જામનગર પહોંચતા સાડા 9 કલાક જેટલો સમય લે છે. તેની સ્લિપર કોચની ટિકિટ 400 રુપિયા જેટલી છે.
19015 SAURASHTRA EXP : સૌરાષ્ટ્ર એક્સપ્રેસ એ મુંબઈ થી પોરબંદર સુધી ચાલે છે. આ ટ્રેન સુરત 14.55 વાગ્યે પહોંચે છે તેમજ જામનગર આ ટ્રેન 02.23 એ પહોંચાડે છે. તેની સ્લિપર કોચની ટિકિટ 325 રુપિયા છે. અઠવાડિયાના બધા જ વારે આ ટ્રેન ચાલે છે. આ ટ્રેન ને જામનગર પહોંચતા 11 કલાક થાય છે.
22940 BSP OKHA SF EXP : બિલાસપુરથી ઓખા સુધી જતી આ ટ્રેન સુરત 05.42 વાગ્યે પહોંચાડે છે અને વડોદરા 07.42 વાગ્યે પહોંચે છે. તેમજ રાજકોટ આ ટ્રેન 13.42 વાગ્યે અને જામનગર 15.24 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન સુરતથી જામનગર સુધી પહોંચતા સવા 9 કલાકનો સમય લે છે. આ ટ્રેનમાં સુરતથી જામનગરની સ્લિપર કોચની ટિકિટ 355 રુપિયા છે. (નોંધ-અહીં આપેલી માહિતી જે તે સમય એ લખાયેલા ન્યૂઝ સમયની છે. ટિકિટ બુક કરાવતા પહેલા એક વાર ઓફિશિયલ સાઈટની વિઝિટ લેવી જોઈએ.)
Source link