- શ્રીલંકાની ક્રિકેટ ટીમ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે છે
- શ્રીલંકાએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે બેટિંગ કોચ તરીકે ઈયાન બેલની નિમણૂક કરી
- ઈયાન બેલ 16 ઓગસ્ટથી શ્રીલંકાની ટીમ સાથે કામ કરવાનું શરૂ કરશે
શ્રીલંકાની ક્રિકેટ ટીમ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ સિરીઝની પ્રથમ મેચ 21 ઓગસ્ટથી રમાશે. આ ટેસ્ટ સિરીઝ પહેલા શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રાષ્ટ્રીય ટીમના બેટિંગ કોચ તરીકે ઈયાન બેલની નિમણૂક કરી છે. તે 16 ઓગસ્ટથી શ્રીલંકાની ટીમ સાથે કામ કરવાનું શરૂ કરશે. બેલનો આ કોન્ટ્રાક્ટ માત્ર આ સિરીઝ માટે છે.
ઈયાન બેલનો રેકોર્ડ ખૂબ જ શાનદાર
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન ઈયાન બેલે 118 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 42.69ની એવરેજથી 7727 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં 22 સદી ફટકારી છે. ઇયાન બેલ અંગે શ્રીલંકા ક્રિકેટના CEO એશ્લે ડી સિલ્વાએ કહ્યું, ‘તે સ્થાનિક પરિસ્થિતિઓથી વાકેફ છે. તેને ઈંગ્લેન્ડમાં રમવાનો ઘણો અનુભવ છે. અમને વિશ્વાસ છે કે તેમનો અનુભવ આ પ્રવાસમાં અમને ઉપયોગી થશે.
શ્રીલંકાને ઈંગ્લેન્ડમાં ત્રણ ટેસ્ટ મેચ રમવાની છે
શ્રીલંકાને ઈંગ્લેન્ડમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 21 ઓગસ્ટે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે. જ્યારે બીજી મેચ 29મી ઓગસ્ટે લોર્ડ્સમાં રમાશે. આ સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 6 સપ્ટેમ્બરે ઓવલમાં રમાશે.
ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાની ટીમ
ધનંજય ડી સિલ્વા (કેપ્ટન), દિમુથ કરુણારત્ને, નિશાન મધુશંકા, પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ (વાઈસ-કેપ્ટન), એન્જેલો મેથ્યુસ, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, સદિરા સમરવિક્રમા, અસિથા ફર્નાન્ડો, વિશ્વા ફર્નાન્ડો, કસુન રાજીથા, લાહિરુ કુમારા, નિસાલા થરકા, પ્રભાત જયસૂર્યા, રમેશ મેન્ડિસ, જેફરી વાન્ડેરસે, મિલન રથનાયકે.
ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), ડેનિયલ લોરેન્સ, બેન ડકેટ, ઓલી પોપ (વાઈસ-કેપ્ટન), જો રૂટ, જોર્ડન કોક્સ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, માર્ક વુડ, શોએબ બશીર, ઓલી સ્ટોન, મેટ પોટ્સ.