GUJARAT

Ahmedabad: વિદેશ ફરવા ટ્રાવેલ્સ એજન્ટને રૂપિયા આપતા થઇ ગયો કાંડ

અમદાવાદમાં ટ્રાવેલ્સ એજન્ટે છેતરપિંડી આચરી છે. જેમાં જીમીક પટેલ નામના યુવકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેમાં સ્કોટલેન્ડ, દુબઈ અને લંડન જવા રૂપિયા આપ્યા હતા. જેમાં એડવાન્સ રૂપિયા 32.87 લાખથી વધુ રકમ આપી હતી. તેની સામે માત્ર રૂપિયા 11.71 લાખની સર્વિસ પૂરી પાડી હતી. તેમજ આરોપીઓએ હોટલોના ખોટા વાઉચરો આપ્યા હતા.

ફ્લાઇટની બ્લોક કરેલી ટિકિટો આપી હતી

ફ્લાઇટની બ્લોક કરેલી ટિકિટો આપી હતી. તેજસ શાહ, યોગેશ શર્મા સહિત 3 સંચાલકો સામે ફરિયાદ કરવામાં આવી છે. CID ક્રાઈમ અમદાવાદ ઝોનમાં ગુનો નોંધાયો છે. તેમાં અમદાવાદ શહેરમાં ટ્રાવેલ એજન્ટ દ્વારા છેતરપિંડી આચરવામાં આવતા ફરિયાદ થઇ છે. જેમાં સ્કોટલેન્ડ, દુબઈ અને લંડન જવા માટે ફરિયાદીએ પૈસા આપ્યા હતા. તેમમાં એડવાન્સ 32.87 લાખથી વધુ રકમ મેળવી માત્ર 11.71 લાખની સર્વિસ પૂરી પાડી હતી.

ફ્લાઇટની બ્લોક કરેલી ટિકિટો આપી હતી
ફ્લાઇટ ટિકિટ, હોટલ રૂમ અને અન્ય ટ્રાવેલિંગની સુવિધાઓ માટે પૈસા આપ્યા હતા. તેમાં લીમીગો ટેકનોલોજી, બ્લીચ ટુરીઝમ પ્રાઇવેટ લિમિટેડ, જેનીથ લેજયુર હોલિડેઝ લિમિટેડ કંપનીનાં હોટલોના ખોટા વાઉચરો અને ફ્લાઇટની બ્લોક કરેલી ટિકિટો આપી હતી.

જીમીક પટેલ નામના યુવકે ફરિયાદ નોંધાવી

જીમીક પટેલ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેજસ શાહ, યોગેશ શર્મા સહિત ત્રણ સંચાલકો સામે ફરિયાદ કરવામાં આવી છે. CID ક્રાઈમ અમદાવાદ ઝોનમાં ગુનો નોંધાયો છે. તેમજ મોરબી જિલ્લામાં અવારનવાર ઓનાલાઈન છેતરપિંડીના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં હાલ વાંકાનેરના ઢુંવા નજીક આવેલ વરમોરા ગ્રેનીટો કંપનીમાં મૂળ જુનાગઢના વતની અવિનાશ અશોકભાઇ વાઘેલાએ કંપનીમાં હોટલ અને ટ્રાવેલ્સ બુકિંગનું કામ કરતા હતા.

વેબસાઈટ સાઈટના યુઝર આઈડી અને પાસવર્ડનો દુરુઉપયોગ કર્યો

કંપની દ્વારા તેને હોટલ અને ટ્રાવેલ્સ બુકીંગ માટે આરોપી અવિનાશને જવાબદારી સોંપી મેક માય ટ્રીપ નામની વેબસાઈટ સાઈટના યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યા હતા. જે વેબસાઈટ સાઈટના યુઝર આઈડી અને પાસવર્ડનો દુરુઉપયોગ કરી અવિનાશ નામના શખ્સે કંપનીની જાણ બહાર 37 હોટલોમાં બુકીંગ કરી, ટ્રાવેલ્સ ટીકીટ પણ બુક કરી લઈ 10,43,600ની રકમની ચુકવણી કંપનીના વોલેટમાંથી કરી નાખી કંપની વિરુદ્ધ વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ અંગે તે કંપનીના કર્મચારી મુકુંદભાઈ તુલશીભાઈ સંચાણીયાએ આ વાતની જાણ થતા તેને તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોધાવી હતી, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button