છોટાઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં બહાદરપુર, હાંડોદ, ભાટપુર ગામમાં વરસાદ પડ્યો છે. તથા ગોજપુર સહિતના ગ્રામ્યમાં વરસાદ આવ્યો છે. તેમાં વરસાદને લઈ રોડ રસ્તા પાણી પાણી થયા છે. સંખેડામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે.
9 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો
સંખેડા, બહાદરપુર, હાંડોદ, ભાટપુર, ગોજપુર સહિતના ગામોમાં વરસાદ છે. જેમાં 9 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારથી વરસાદ શરૂ થતા ખેતીને પણ ફાયદો થશે. વરસાદને લીધે શ્રાદ્ધ પક્ષની ગરમીથી છુટકારો થયો છે. તેમજ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર અને વલસાડમાં પણ વરસાદ વરસી શક છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.
ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર
25 અને 26 સપ્ટેમ્બર એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો અન્ય જિલ્લાના છુટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા વરસી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ગરમી વધી છે. રાજ્યમાં સૂર્ય પ્રકોપ શરૂ થતાં લોકો અકળાવી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો વધીને 36 ડિગ્રીએ પહોંચ્યો છે. અમદાવાદમાં 35.2 ડિગ્રી તેમજ ભૂજ, ડીસા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર છે.
Source link