- આણંદ કોંગ્રેસના નેતા પલક વર્માને સોંપાઇ જવાબદારી
- આંધ્રપ્રદેશ અને અંદામાન નિકોબારના સહ પ્રભારી બનાવાયા
- પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી મધ્યપ્રદેશના સહપ્રભારી
ગુજરાત કોંગ્રેસના ચાર નેતાઓને રાષ્ટ્રીય સ્તરે મોંટી જવાબદારી સોંપવામાં આવી છે. આણંદ કોંગ્રેસના નેતા પલક વર્માને આંધ્રપ્રદેશ અને અંદામાન નિકોબારના સહ પ્રભારી બનાવાયા છે. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીને મધ્યપ્રદેશના સહપ્રભારી બનાવાયા. ગુજરાતના નિલેષ પટેલને રાષ્ટ્રીય કોંગ્રેસમાં ખજાનચીના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક અપાઈ છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રૂત્વિક મકવાણાને રાજસ્થાનના સહપ્રભારી બનાવાયા છે.
કોંગ્રેસે ગુજરાતમાં વધુ 2 સહપ્રભારીની કરી નિમણૂક
રાષ્ટ્રીય કોગ્રેસે ગુજરાતમાં વધુ 2 સહપ્રભારીની નિમણૂક કરી છે. ભુપેન્દ્ર મારાવી, શુભાષીની યાદવની ગુજરાતના સહપ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. નવી નિમણૂક બાદ ગુજરાતમાં 4 સહપ્રભારીઓ જવાબદારી સંભાળશે.
Source link