અમદાવાદમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશને કમાણી માટે વધુ એક નવો રસ્તો શોધી લીધો છે. હવેથી શહેરીજનોને શહેરના સિંધુભવન રોડ પર આવેલા ગાર્ડનમાં એન્ટ્રી માટે લોકોને ફીની ચૂકવણી કરવી પડશે. નવા બનેલા મોન્ટે કાર્લો અને સિંધુભવન રોડ પરના ગોટીલા ગાર્ડનમાં જવું હશે તો પૈસા ચૂકવવા પડશે.
મુલાકાતીઓની એન્ટ્રી પર વસૂલવામાં આવશે ચાર્જ
શહેરના આ બંને ગાર્ડનમાં મુલાકાતીઓએ એન્ટ્રી લેવા માટે 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જો કે તમને જણાવી દઈએ કે આ ગાર્ડનમાં સવારે 6થી 10 સુધી એન્ટ્રી લેવામાં આવશે તો કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો નહીં પડે પણ સવારે 10 વાગ્યા બાદથી રાત સુધી ગાર્ડનમાં કોઈ એન્ટ્રી લેશે તો વ્યક્તિ દીઠ 10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. ત્યારે જો કોઈ ગાર્ડનમાં એન્ટ્રી માટે વાર્ષિક પાસ લેશે તો AMC તે લોકો 1 માસનું કન્સેશન પણ આપશે.
સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.
Source link