- ટીમ ઈન્ડિયાએ હવે આ વર્ષે એટલે કે 2024માં એક પણ વનડે મેચ રમવાની નથી
- ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલો એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે
- આ વર્ષે કોઈ પણ ભારતીય બેટ્સમેન વનડેમાં સદી ફટકારી શક્યો નથી
ટીમ ઈન્ડિયાએ હવે આ વર્ષે એટલે કે 2024માં એક પણ વનડે મેચ રમવાની નથી. તાજેતરમાં જ ભારતીય ટીમે શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમી હતી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝમાં કોઈપણ ભારતીય બેટ્સમેન સદી ફટકારી શક્યો ન હતો. આ સાથે 38 વર્ષથી ચાલી આવતી સદીઓનો સિલસિલો પણ પૂર્ણ થઈ ગયો. તમને જાણાવી દઈએ કે આ વર્ષે કોઈ ભારતીય બેટ્સમેન સદી ફટકારી શક્યો નથી.
આવું 38 વર્ષ પછી થયું
છેલ્લા 38 વર્ષમાં ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલી વખત બન્યું છે કે આખા વર્ષમાં કોઈ ભારતીય બેટ્સમેન વનડે ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. આ વર્ષે ભારત માટે સૌથી મોટી ઈનિંગ કેપ્ટન રોહિત શર્માએ રમી હતી, જે 64 રનની હતી. શ્રીલંકા સામેની બીજી વનડેમાં હિટમેને બેટથી 64 રનની તોફાની ઈનિંગ રમી હતી. ભારતીય ક્રિકેટ ટીમે 2024માં એક પણ વનડે મેચ રમવાની નથી. હવે આ વર્ષે ટીમ ઈન્ડિયા માત્ર ટેસ્ટ અને ટી20 મેચ રમશે.
કેપ્ટને રમી સૌથી વધુ રનની ઈનિંગ
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં છેલ્લી વખત આવું 1985માં થયું હતું, જ્યારે આખા વર્ષ દરમિયાન કોઈ બેટ્સમેન સદી ફટકારી શક્યો ન હતો. કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને 1985માં સૌથી મોટી ઈનિંગ રમી હતી. ત્યારબાદ તેને 93 રનની ઇનિંગ રમી હતી. રસપ્રદ વાત એ છે કે આ વર્ષે પણ કેપ્ટને સૌથી મોટી ઈનિંગ્સ રમી હતી.
ભારતે 2024માં માત્ર ત્રણ વનડે મેચ રમી
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ આ વર્ષે એટલે કે 2024માં માત્ર ત્રણ વનડે મેચ રમી છે. એવું નથી કે ભારતીય બેટ્સમેનોએ આખું વર્ષ વનડે ક્રિકેટ રમી અને એકપણ સદી ફટકારી ન હતી. 2023 વનડે વર્લ્ડકપ પછી ભારતીય ટીમે ઓગસ્ટમાં જ શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમી હતી અને હવે ટીમ ઈન્ડિયા આવતા વર્ષે ઈંગ્લેન્ડ સામે આ ફોર્મેટમાં રમશે.
Source link