એક સમયે સચિન ના સાથી ખેલાડી રહેલા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું નામ કરનારા વિનોદ કાંબલીને લઈ અવારનવાર ન્યૂઝ આવી રહ્યા છે તેમની તબિયતને લઈ. થોડાક સમય પહેલા જ તેમને હોસ્પીટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. જે સમયે તેમને સારવાર આપવા માટે લઈ જવાયા ત્યારે અને પછી પણ તે ચાલી નોહતા શકતા, ત્યારે સવાલ એ થાય છે કે સુનિલ ગાવસ્કર કે કપિલ દેવ જવા દિગ્ગજો હજુ ફિટ અને ફાઈન છે કો કાંબલી ને શું થયું છે?
વિનોદ કાંબલી અને ફિટનેસ
જોવા જઈએ તો કાંબલી પોતે જ પોતાની ફિટનેસ અન આ હાલત માટે જવાબદાર હોવાનું ઘણા લોકો માની રહ્યા છે. ખરાબ જીવનશૈલી અને વધુ પડતા દારૂ પીવાના કારણે તેની હાલત એવી થઈ ગઈ છે કે તેના માટે ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે. અનેક પ્રકારની બીમારીઓએ તેમને ઘેરી લીધા છે.
કાંબલી બન્યો બિમારીનું ઘર
કાંબલી હાર્ટ એટેક, યુરિન પ્રોબ્લેમ, બ્રેઈન ક્લોટ જેવી બીમારીઓથી પીડિત છે. 18 જાન્યુઆરી 1972ના રોજ મુંબઈમાં જન્મેલા કાંબલી માત્ર 53 વર્ષની ઉંમરે એકદમ વૃદ્ધ દેખાઈ રહ્યા છે, જ્યારે તેના સાથી ખેલાડીઓ અને વરિષ્ઠ ખેલાડીઓ આજે 70 વર્ષ કે 66 વર્ષ કરતા પણ વધારેની ઉમર પર પહોચી ગયા છે છતા કલાકો સુધી કામ કરવાથી લઈ તેમણે તેમની ફિટનેશ જાળવી રાખી છે.
સાથી ખેલાડી કાંબલી કરતા ફિટ
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા અનુભવી બેટ્સમેન સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બાળપણના મિત્રો છે. સચિન અત્યારે 51 વર્ષનો છે, પરંતુ વિનોદની સરખામણીમાં તે એકદમ ફિટ અને યુવાન દેખાય છે. સચિન નિયમિત રીતે યોગ અને કસરત કરે છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની ઉંમર 52 વર્ષ છે. સૌરવ ગાંગુલી આ ઉંમરે પણ એકદમ ફિટ છે. કાર્ડિયો અને વ્યાયામ તેની દિનચર્યામાં સામેલ છે. સાથે જ તે ડાયટ પ્લાનને પણ સારી રીતે ફોલો કરે છે.
સિનિયર ખેલાડીઓની લાજવાબ ફિટનેસ
અનુભવી ખેલાડી સુનીલ ગાવસ્કર 75 વર્ષની ઉંમરમાં પણ કલાકો સુધી કોમેન્ટ્રી કરતા જોવા મળે છે. મેદાન પર પણ તે લાંબા સમય સુધી ઉભા રહીને મેચ રિપોર્ટ વિશે વાત કરતા જોવા મળે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન પૂર્વ કેપ્ટને કહ્યું હતું કે, ‘હવે હું ઓછામાં ઓછો એક કલાક જીમમાં વિતાવું છું. જ્યારે હું રમ્યો ત્યારે હું ક્યારેય જીમમાં ગયો ન હતો. આજે, હું નિયમિતપણે ટ્રેડમિલ પર ચાલું છું અને દોડું છું. 1983માં ભારતને પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ અપાવનાર દિગ્ગજ કપિલ દેવે 66 વર્ષની ઉંમરે પણ પોતાને રમતને સમ ર્પિત કરી દીધા છે. જ્યારે કે 2020 મા તેમની એન્જીયોપ્લાસ્ટી પણ થઈ ચુકી છે
અહીંથી કપિલ તેની ફિટનેસને લઈને વધુ સભાન બન્યો. આ પછી એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, ‘હું રેડ મીટ નથી ખાતો અને દર બીજા દિવસે ગોલ્ફ કોર્સ જાઉં છું, જેથી હું ફિટ રહીશ.’ એક કાર્યક્રમ દરમિયાન યુવાનોને સંબોધતા કપિલે કહ્યું હતું કે ફિટ રહેવા માટે તમારે તમારા શરીરને ઓળખવું પડશે અને તે મુજબ આગળ વધવું પડશે. પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી વિનોદ કાંબલી કરતા લગભગ 9 વર્ષ મોટા છે. 62 વર્ષની ઉંમરે, શાસ્ત્રી ખૂબ જ ચપળતા સાથે કોમેન્ટ્રી કરતા જોવા મળે છે અને લાંબા કલાકો સુધી કામ કરે છે.
Source link