SPORTS

આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાનો દાવેદાર! ચાર મેચમાં ફટકારી ચોથી સદી

મુંબઈનો યુવા ઓપનિંગ બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન રેડ બોલ ક્રિકેટમાં તેનું વિસ્ફોટક પ્રદર્શન કરી રહ્યો છે. તેને સિઝનની પ્રથમ રણજી ટ્રોફી મેચમાં ઉત્તર પ્રદેશ સામે સદી ફટકારીને ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.

છેલ્લી છ ઈનિંગ્સમાં ઈશ્વરની આ ચોથી સદી છે, જેણે ઓસ્ટ્રેલિયા સામેની આગામી પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં પસંદગી માટેનો તેમનો દાવો મજબૂત કર્યો છે.

રેડ બોલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી

ઈશ્વરન યુપી સામે પ્રથમ ઈનિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો, પરંતુ તેને બીજી ઈનિંગમાં સદી ફટકારીને જોરદાર વાપસી કરી હતી. ઈશ્વરનને ઘણી વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેને હજુ સુધી રેડ બોલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. ઈશ્વરન તાજેતરમાં સમાપ્ત થયેલી દુલીપ અને ઈરાની ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં હતો, જ્યાં તેને તેની ટીમો માટે ઘણા રન બનાવ્યા હતા. જો આપણે ઈશ્વરની છેલ્લી દસ ઇનિંગ્સ પર નજર કરીએ તો આંકડા આ પ્રમાણે છેઃ 127 અણનમ, 191, 116, 19, 157 અણનમ, 13, 4, 200 અણનમ, 72, 65.

 

ઈશ્વરન બેકઅપ ઓપનર તરીકે જોડાઈ શકે છે

તેના શાનદાર પ્રદર્શન પછી, સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બેક-અપ ઓપનર તરીકે સામેલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારત ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે, જ્યાં ખેલાડીઓને આરામની જરૂર હોય અથવા ઈજાગ્રસ્ત થવાની સ્થિતિમાં મજબૂત બેકઅપની જરૂર પડશે.

 

ઈશ્વરના નામે 7500થી વધુ રન 

ઈશ્વરનનું બેટ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યું છે, જ્યાં તેને 7500થી વધુ રન બનાવ્યા છે. તે હાલમાં બેસ્ટ ઓપનર તરીકે ઉભરી આવ્યો છે. આ ખેલાડીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ડિયા A ની કેપ્ટનશિપ પણ કરી છે. ઈશ્વરની સદીની મદદથી બંગાળે પ્રથમ રણજી ટ્રોફી મેચના અંતિમ દિવસે ઉત્તર પ્રદેશને 274 રનનો ટાર્ગેટ આપ્યો છે. મેચના પ્રથમ દાવમાં યુપીની ટીમ બંગાળ સામે 292 રનમાં આઉટ થઈ ગઈ હતી.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button