BUSINESS

TATAનો આ શેર તો ભાગ્યો! શરૂઆતની તેજીમાં 400 કરોડની કમાણી કરી આપી

સપ્તાહની શરૂઆત થતા જ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. કારોબારીના પહેલા દિવસે જ ટાટા ગ્રુપની કંપની ટાઇટનના શેરમાં શરૂઆતી ટ્રેન્ડમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જો કે આ તેજી થોડા સમયની જ હતી અને કંપનીનો શેર નીચે આવી ગયો. પરંતુ તેજીના આ ટૂંકા જ સમયમાં ટાટા સ્ટોકમાં રોકાણ કરનારા દિવગંત ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલાએ કરોડો રૂપિયા કમાઇ લીધા.

રેખા ઝુનઝુનવાલાની વધી સંપત્તિ
બિઝનેસ ટુડે રિપોર્ટના જણાવ્યા મુજબ શેર બજારમાં બિગબુલના નામથી ફેમસ દિવગંત રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલાએ સોમવારે માર્કેટમાં તેજી વચ્ચે અમુક સેકન્ડ્સમાં જ 400 કરોડ કરતા પણ વધુ કમાઇ કરી લીધી છે. મહત્વનું છે કે માર્કેટ નિષ્ણાંતોએ Titan Q2 ના વેચાણમાં વધારો થયા બાદ સ્ટોકમાં રાહત ભર્યો વધારો થશે તેવી આશા સેવી હતી.
તેની પાછળનું કારણ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે ટાઇટન કંપની લિમિટેડના અપેક્ષિત કરતાં વધુ સારા અપડેટને આભારી હોઈ શકે છે, જેના કારણે કંપનીના શેર પ્રારંભિક ટ્રેડિંગમાં 2 ટકાથી વધુ ઉછળ્યા હતા.

400 કરોડનો થયો વધારો !
બજારની શરૂઆત થતા જ ટાઇટન શેરમાં ઉછાળો આવ્યો છે જેની સીધી અસર રોકાણકાર રેખા ઝુનઝુનવાલાની સંપત્તિ પર જોવા મળી છે. સોમવારે સવારે ખુલતાની સાથે માર્કેટ જેવુ અપ થયુ કે ટાઇટન સ્ટોક ઉછળીને 3748 રૂપિયા ઇન્ટ્રા ડે હાઇ પર પહોંચી ગયો. જો કે થોડા સેકન્ડની તેજી બાદ શેર ડાઉન આવી ગયા હતા. પરંતુ તેજી આવતા રેખા ઝુનઝુનવાલાની હિસ્સેદારી રૂ. 409 કરોડ વધી છે.

શેરની કિંમતમાં થયો વધારો
તમને જણાવી દઈએ કે ઝુનઝુનવાલા જ્વેલરી કંપનીના શેરમાં 5.32 ટકા હિસ્સો ધરાવે છે અને શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ તેમની પાસે ટાઇટનના 4.65 કરોડથી વધુ શેર છે. તેની કિંમત, જે શુક્રવારે 17,301 કરોડ રૂપિયા હતી, તે સોમવારે સવારે વધીને 17,710 કરોડ રૂપિયા થઈ ગઈ.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button