૧૪ ડીસેમ્બરના રોજ શોમેન રાજ કપૂરની ૧૦૦મી જન્મ જયંતી હતી. ભારતીય સિનેમાના ચાર્લી ચેપ્લિન કે જેમણે હિન્દી સિનેજગતને નવી જ દિશા આપી છે અને આવારા,મેરા નામ જોકર ,શ્રી ૪૨૦ ,રામ તેરી ગંગા મૈલી જેવા સુપરહિટ ફિલ્મો આપ્યા છે.ત્યારે કપૂર પરિવાર દ્વારા તેમના જન્મ દિવસને ધામ ધૂમ થી મનાવવામાં આવ્યો હતો અને અભિનેતા -દિગ્દર્શકની RK ની ૧૦૦ મી જન્મ જયંતીના આ અવસર પર પીએમ મોદી સાથે મુલાકાત પણ કરી હતી.ત્યારે આ પળે કપૂર ખાનદાનના એક પુત્રએ પોતાના મનની વાત કહી હતી.તેઓ સતત કપૂર પરિવાર અને તેમની વિરાસતથી દૂર ભાગતા હતા.આ વાત કરનાર બીજું કોઈ નહીં પણ રાજ કપૂરના ભત્રીજા અને શમ્મી કપૂરના પુત્ર આદિત્ય રાજ કપૂર છે.જેમણે ફિલ્મ જગતના નામચીન પરિવારના હોવા છતાં ફિલ્મોથી દૂર રહી પોતાની અલગ ડગર પર ચાલ્યા.
આદિત્ય રાજ કપૂર કાકા રાજ કપૂરના દિગ્દર્શન અને એડિટિંગથી ખૂબ જ પ્રભાવિત છે.તેમના મતે સિનેમાના કવિ કે જેમણે સોશિયલ પ્લેટફોર્મ અને રોમાન્સને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો.આજની ફિલ્મો,તેની વાર્તાઓ અને નિર્દેશનમાં ઘણું બધુ તેમના વિરાસતનો જ એક ભાગ છે.તેઓ માને છે કે ફિલ્મોમાં જેને પણ કંઈક અલગ સપનાઓ જોવાની હિંમત કરી છે તેમાં કાકા રાજ કપૂરે મહત્વનું યોગદાન આપ્યું છે.
રાજ કપૂરના વખાણ – સાધારણને પણ અસાધારણ બનાવી દેવાનું તેમનું હુનર
કાકા રાજ કપૂર સાથે પોતાની યાદ વાગોળતાં આદિત્ય રાજ કપૂરે RK સ્ટુડિયોઝમાં રણધીર કપૂર અને રાજ કપૂર સાથે કેટલાક વર્ષો વિતાવ્યા હતા.આજની તારીખે પણ સ્ટીવન સ્પીલબર્ગની તુલના રાજ કપૂર સાથે થઈ શકે તેમ નથી તેવું તેઓ માને છે.રાજ કપૂર નાનું ચીવટભર્યું ધ્યાન રાખતા અને પરફેકશનને લઈ ખૂબ કડક હતા.તેઓ સામાન્ય વસ્તુમાં પણ સુંદરતા શોધી સાધારણને પણ અસાધારણ બનાવી દેવાનું તેમનામાં હુનર હતું. ખાસ કરીને તેમનું વાર્તા કહેવાનો જુસ્સો,સંગીત અને ફિલ્મ નિર્માણ એ બધુ મળીને પડદા પર એક અનોખો માહોલ ઊભો કરી દેતા હતા.
પરિવારની વિરાસતથી પોતાની એક અલગ ઓળખ
આદિત્ય રાજ કપૂર કેટલાય વર્ષો સુધી પરિવારથી દૂર રહ્યા. તેઓ કાકા રાજ કપૂર અને તેમના પુત્ર રણધીર કપૂરથી દૂર ભાગતા હતા પરંતુ તેમની પાસે પોતાની એક અલગ મંઝિલ હતી જે પરિવારની વિરાસતથી અલગ થઈ સંભાળી. કાકા રાજ કપૂર ફિલ્મો સાથે કરવાના બધા જ પ્રયોગો કરી ચૂક્યા હતા પછી તેઓ બીજું નવું શું કરે તેવું તેમનું માનવું છે.
આદિત્ય રાજ કપૂરના જીવન પર એક નજર
કપૂર મોડી ઉંમરે તેમની બાઇક પર મુસાફરી કરવાના શોખને પૂરો કર્યો.૨૦૧૪ માં, તેણે બાઇક-રાઇડ સ્પર્ધા ઇન્ડિયા હૈમાં ભાગ લીધો હતો. જેમાં ભારતના કેટલાક રાજ્યો અને નેપાળ અને ભૂતાન જેવા કેટલાક નજીકના દેશોને આવરી લેવામાં આવ્યા હતા.તેણે 2015માં તેનું પહેલું પુસ્તક Bike on a Hike લખ્યું હતું, જેમાં તેણે તેના બાઇકિંગના અનુભવો વિશે જણાવ્યું હતું.
Source link