- અમદાવાદ-પટના એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે
- ઈન્ટરલોકિંગ તથા મેજર અપગ્રેડેશન કામ લીધે લાઈન બંધ
- અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19421, 15560 થશે પ્રભાવિત
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર નોન ઈન્ટરલોકિંગ કામ તથા મેજર અપગ્રેડેશન કામના સંબંધમાં લાઈન નંબર 13,14,15 અને 16 ને બંધ કરવામાં આવી રહી છે. જેના કારણે અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે.
પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો
1. 25 ઓક્ટોબર 2024 સુધી અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માનિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસીને બદલે પરિવર્તિત માર્ગ વાયા માનિકપુર-પ્રયાગરાજ છિવકી-વારાણસી-જૌનપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર રોકાશે.
2. 23 ઓક્ટોબર 2024 સુધી દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વાયા વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માનિકપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા જૌનપુર-વારાણસી-પ્રયાગરાજ છિવકી-માનિકપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર રોકાશે.
3. 20 ઓક્ટોબર 2024 સુધી અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માનિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસી-પં.દીનદયાળ ઉપાધ્યાયને બદલે પરિવર્તિત માર્ગ વાયા માનિકપુર-પ્રયાગરાજ છિવકી-પં.દીનદયાળ ઉપાધ્યાયના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર રોકાશે.
4. 22 ઓક્ટોબર 2024 સુધી પટનાથી ઉપડનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વાયા પં. દીનદયાળ ઉપાધ્યાય-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માનિકપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા પં. દીનદયાળ ઉપાધ્યાય-પ્રયાગરાજ છિવકી-માનિકપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર રોકાશે.
ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને જાણી શકે છે.
Source link