આગામી તા.18થી શ્રાધ્ધ પક્ષની શરૂઆત થનાર છે. જેમાં લોકો સતત પંદર દિવસ સુધી પોતાનાં સ્વ. પિતૃને યાદ કરીને શ્રાધ્ધ વિધી તથા તર્પણ સાથે બહ્મભોજન, બહેન, દીકરી, ભાણેજને જમાડશે. આ વર્ષે એકમ અને પાંચમ દિવસે તિથીનો ક્ષય હોવાને લીધે બે શ્રાધ્ધ ખુંટતાં લોકવાયકા મુજબ નવરાત્રીમાં દિવસો વધે તે સારૂ પરંતુ શ્રાધ્ધનાં દિવસો ઘટે તે સારૂ ન હોવાથી વૈશ્વિક સ્તરે મોટી આફત, રોગચાળો જેવી ચિંતાજનક આપતી આવી શકે છે.
જ્યોતિષાચાર્ય આશિષ રાવલનાં જણાવ્યાનુસાર ગ્રહ મંડળનાં રાજા સૂર્ય જ્યારે કન્યા રાશિમાં પ્રવેશ કરે તેના ગ્રહગોચર પરિભ્રમણ દરમિયાન શ્રાધ્ધ પક્ષ શરૂ થાય છે. ભાદરવી મહિનાની પૂનમથી લઈને ભાદરવા મહિનાની અમાસ સુધીનાં પક્ષને મહાલય શ્રાધ્ધ પક્ષ કહેવામાં આવે છે. આ પક્ષમાં મૃત વ્યક્તિનાં પુત્ર કે પૌત્રો દ્વારા તેની મુત્યું તિથીએ શ્રાધ્ધ કરવામાં આવે છે પિતૃ પક્ષમાં લોકો તેમના પૂર્વજો માટે નિયમિત શ્રાધ્ધ વિધિ કરે છે. શાસ્ત્રો કહે છે. કે “पुननाम नरकात त्रायत इति पुत्र” એટલે કે જે નરક માંથી બચાવે છે તે પુત્ર છે. જેથી કરીને આ દિવસોમાં પિતૃઓ પોતાનાં સૂક્ષ્મ સ્વરૂપે શ્રાધ્ધની તિથીએ, પોતાના સંતાનનાં દ્વારે સૂર્યોદયથી બેસી જાય છે. એવી આશા સાથે કે તેમના પુત્ર-પૌત્રો ભોજન થી તૃપ્ત કરી દેશે.
ભાદરવી પૂનમ બાદ એકમનો જ ક્ષય હોવાને લીધે પ્રથમ એક શ્રાધ્ધ અને ત્યારબાદ પાંચમ અને છઠ્ઠમાં તિથિનો ક્ષય આવતો હોવાને લીધે બીજુ શ્રાધ્ધ એમ કુલ બે શ્રાધ્ધ ખુટતાં આગામી દિવસોમાં ચિંતાજનક સાબિત થઈ શકે તેમ છે. તો બીજી તરફ લોકવાયકા મુજબ નવરાત્રીમાં દિવસો વધે તે શુભ માનવામાં આવે છે. પરંતુ શ્રાધ્ધમાં દિવસો ખુટે તેને અશુંભ માનવામાં આવે છે. જેથી કરીને આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે મોટી આફત આવી શકે તેમ છે. કોઈ રોગચાળો વકરે, હુમલા થાય, તંગદીલીનો માહોલ સર્જાઈ જેવી પરિસ્થિતી સર્જાઈ શકે તેવી શક્યતાઓ શ્રાધ્ધ ખુટતાં રહેલી છે.
ક્યાં દિવસે ક્યું શ્રાધ્ધ આવશે
તારીખ શ્રાધ્ધ
18/09/2024 એકમનું શ્રાધ્ધ
19|09|2024 બીજનું શ્રાધ્ધ
20/09/2024 ત્રીજનું શ્રાધ્ધ
21/09/2024 ચોથનું શ્રાધ્ધ
22/09/2024 પાંચમ/છઠ્ઠનું શ્રાધ્ધ
23/09/2024 સાતમનું શ્રાધ્ધ
24/09/2024 આઠમનું શ્રાધ્ધ
25/09/2024 નોમનું શ્રાધ્ધ
26/09/2024 દશમનું શ્રાધ્ધ
27/09/2024 અગિયારસનું શ્રાધ્ધ
28/09/2024 પડતર દિવસ
29/09/2024 બારસનું શ્રાધ્ધ
30/09/2024 તેરસનું શ્રાધ્ધ
01/10/2024 ચૌદસનું શ્રાધ્ધ
02/10/2024 અમાસનું શ્રાધ્ધ
વર્ષ 2020માં ત્રણ શ્રાધ્ધ ઓછા રહેતાં મહામારી આવી હતી
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શ્રાધ્ધ ખુટતાં મહામારી કે પછી આફત આવી શકે તે વાતની પુષ્ટી આપણે વર્ષ-2020 મા આવેલ કોરોનાં મહામારી પરથી લઈ શકાય તેમ છે. કારણ કે ચાર શ્રાધ્ધ ખુટતાં એક દિવસમાં બે શ્રાધ્ધ આવતાં હોય તેવા ત્રણ દિવસો રહ્યાં હતાં. ત્યારે ઓક્ટોમ્બર મહિનાં બાદ જ કોરોનાં પીક પકડી ભર઼ડો લેતાં વિશ્વભરને બાનમાં લીધું હતું. જેથી કરીને આગામી વર્ષમાં પણ કોઈ મોટી આફત આવી શકે તેવું અશુંભ એંધાણ શ્રાધ્ધ ખુટતાં લાગી રહ્યું છે.
દેવતુલ્ય સ્થિતીમાં ત્રણ પેઢીનાં પિતૃની ગણતરી થાય
આપમા પિતૃઓની દેવતુલ્ય સ્થિતિમાં ત્રણ પેઢીનાં પિતૃની ગણતરી થાય છે. જેમાં પિતા, દાદા અને પરદાદાનો સમાવેશ થાય છે. જ્યારે પિતાની વસુ સમાન, દાદા રૂદ્ર સમાન અને પરદાદા આદિત્ય સમાન ગણવામાં આવે છે. મનુષ્યને ત્રણ પેઢી સુધીનું સ્મરણ જોવામાં આવે છે. જેથી ગાય, કાગડો, શ્વાનને યમનું પ્રતિક માનવામાં આવે છે. તેથી શ્રાધ્ધ દરમ્યાન આ ત્રણેયને ભોજન આપવાનું મહત્વ રહેલું છે.
આ દિવસે શું કરવાથી પિતૃને મોક્ષ મળે
શ્રાધ્ધનાં દિવસોમાં પિતૃ પક્ષમાં પીપળાનાં ઝાડ નીચે રોજ સાંજે 5 વાગ્યે દીવો કરીને અને જળ ચડાવવાથી પિતૃઓ શાંત થાય છે. તેમજ આ ઉપાય પિતૃ દોષમાં પણ મદદગાર થાય છે. સાથોસાથ ભાદરવા માસમાં દરરોજ પિતૃ પક્ષમાં ઘરમાં પાણિયારે સવાર અને સાંજે દીવો સવારે રોજ કરવાથી પિતૃઓ આનંદ પામે છે. તેમજ દક્ષિણ દિશામાં મુખ રાખીને “ॐ पितृ देवता भ्यो नम:” ની માળા કરવાથી પણ પિતૃઓને તૃપ્તી મળે છે.
Source link