દેશમાં પેસેન્જર વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની આશંકાઓમાં વધારો થયો છે તેની વચ્ચે સરકારનું કહેવું છે કે તેઓ આવા ખોટા સંદેશ ઇશ્યૂ કરનારા લોકોને નો-ફ્લાઇ લિસ્ટમાં નાખી દેવા માટે કામ કરી રહ્યા છે.
નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરોએ ગત જૂનમાં કેન્દ્રીય એવિયેશન મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો હતો કે વિમાનો અને અને અન્ય એવિયેશન સંબંધિત માળખાગત ઢાંચાને ખોટી ધમકી આપનારા લોકોને નો-ફ્લાઇ લિસ્ટમાં નાખી દેવામાં આવે. એવિયેશન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બીસીએએસએ આ પગલાં માટે પ્રાસંગિક કાનૂનની ઓળખ કરી નથી. અમે તેના પર કામ કરીશું. સૂત્રોનું કહેવું છે કે એરપોર્ટ્સ તથા વિમાનોમાં વધારાના સ્કાઇ માર્શલ્સ તૈનાત કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. એજન્સીઓ તાજેતરમાં જ ખોટા ફોન કરીને બોમ્બ મૂક્યો હોવાની ધમકી આપનારાની તપાસ કરી રહી છે.
Source link