બનાસકાંઠામાં ત્રણ સગી બહેનોનું અપહરણ કરવામાં આવ્યું છે,જેમાં થરાદના વામી ગામેથી આ ત્રણ બહેનોનું અપહરણ કરાયું હોવાની વાત સામે આવી છે.અજાણ્યા શખ્સો અપહરણ કરી ફરાર થઈ ગયા છે તો થરાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે,ગાડીમાં આવીને શખ્સો અપહરણ કરીને ફરાર થઈ ગયા છે,પોલીસે રાજસ્થાન તેમજ જંગલ વિસ્તારમાં તપાસ કરી છે.કંઈ કાર લઈને આરોપીઓ આવ્યા હતા તેની માહિતી હાલમાં સામે આવી નથી.
થરાદના વામી ગામે બની ઘટના
આ ઘટના થરાદના વામી ગામે બની છે,જેમાં અજાણ્યા શખ્સોએ ત્રણ સગી બહેનનું અપહરણ કર્યુ છે,બે સગીર વયની તો એક 19 વર્ષની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે.પોલીસ આ મામલે નાકાબંધી કરીને તપાસ કરી રહી છે,બીજી તરફ માતા-પિતાએ ઘટના બનતાની સાથે જ પોલીસને જાણ કરી છે,પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા પણ જપ્ત કર્યા હોવાની વાત સામે આવી છે.અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે,અને તપાસ હાથધરાઈ છે.
ગઈકાલે દૂધ ભરવા ગયેલી યુવતી પર દુષ્કર્મની ઘટના
દાંતીવાડા પંથકના એક ગામમાં રવિવારે સાંજે ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી કિશોરીનું બે શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કર્યુ હતુ. તેણીને પાલનપુર તાલુકાના ગઢ નજીક લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ અંગે પરિવારજનોએ દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે જુદીજુદી ટીમો બનાવી અજાણ્યા બે શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી.
પોલીસે બનાવી અલગ-અલગ ટીમો
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓ અને સગીરાઓને શોધવા લાગી ગઈ છે,અલગ-અલગ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે,માતા-પિતાની એક જ આશા છે કે તેમની ત્રણ દીકરીઓ આવી જાય સહીસલામત રીતે ઘરે,તો પોલીસે આ બાબાતે નાકાબંધી પણ કરી છે અને તપાસ વધુ તેજ કરી છે,પોલીસની એક ટીમ રાજસ્થાન જવા રવાના થઈ છે,બીજી ટીમ ગામડા વિસ્તારમાં જંગલો છે તેમાં તપાસ કરી રહી છે.
Source link