![ટીકુ તલસાનિયાને નથી આવ્યો હાર્ટ એટેક, એક્ટરની પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ ટીકુ તલસાનિયાને નથી આવ્યો હાર્ટ એટેક, એક્ટરની પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ](https://i0.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2025/01/11/orYlrWmSfe6WB1WkdDNZNLrEGn9TgSyiEppyjgRX.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
ફેમસ એક્ટર ટીકુ તલસાનિયાની તબિયત સારી નથી અને તે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને તેની હાલત ગંભીર છે. ટીકુ તલસાનિયાની તબિયત બગડવાના સમાચારે પણ ફેન્સને ચિંતામાં મૂકી દીધા છે. આ દરમિયાન ટીકુના હેલ્થ અપડેટ સામે આવ્યું છે, જે તેની પત્નીએ શેર કર્યા છે.
ટીકુને નથી આવ્યો હાર્ટ એટેક
પહેલા એવા રિપોર્ટ હતા કે ટીકુને હાર્ટ એટેક આવ્યો છે, પરંતુ હવે તેની પત્ની દીપ્તિ તલસાનિયાએ મીડિયા સાથે વાત કરતી વખતે તેનું હેલ્થ અપડેટ આપ્યું છે. આ દરમિયાન તેમને જણાવ્યું કે ટીકુને હાર્ટ એટેક નહીં પણ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેમને કહ્યું કે એક્ટર એક ફિલ્મ સ્ક્રીનિંગમાં ગયા હતા અને રાત્રે 8 વાગ્યાની આસપાસ તેમને અસ્વસ્થતા અનુભવાવા લાગી.
રાત્રે 8 વાગ્યાની આસપાસ લથડી તબિયત
દીપ્તિએ વધુમાં જણાવ્યું કે રાત્રે લગભગ 8 વાગ્યા હતા જ્યારે ટીકુએ અસ્વસ્થતાની ફરિયાદ કરી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે ટીકુ 70 વર્ષના છે અને હાલમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પરંતુ તેના ફેન્સ ચિંતિત છે અને દરેક વ્યક્તિ તેમના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ઘણી ફિલ્મોમાં કર્યું છે કામ
આ સિવાય જો આપણે ટીકુની ફિલ્મોની વાત કરીએ તો તેને ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટર પોતાની કોમેડી માટે પણ ફેમસ છે. ટીકુએ રાજા હિન્દુસ્તાની (1996), અંદાજ અપના અપના (1994), જુડવા (1997), હમ હૈ રાહી પ્યાર કે (1993), રાજુ ચાચા (2000), ધમાલ (2007), કુલી નંબર 1 (1995), હંગામા (2003) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
બાળકો પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો છે ભાગ
જો આપણે ટીકુના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેણે દીપ્તિ તલસાનિયા સાથે લગ્ન કર્યા છે. આ કપલને બે બાળકો છે, પુત્ર રોહન તલસાણિયા અને પુત્રી શિખા તલસાણિયા. ટીકુની જેમ તેના બાળકો પણ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. રોહન વિશે વાત કરીએ તો, તે એક સંગીતકાર છે અને શિખા એક એક્ટ્રેસ છે.