તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર બાલાજીના મંદિરના પ્રસાદમાં ભેળસેળનો વિવાદ સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. પ્રસાદના લાડુમાં ભેળસેળયુક્ત ઘીના કથિત ઉપયોગ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે આ તપાસ માટે નવી SITની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારની SIT તિરુપતિ બાલાજી પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપોની તપાસ નહીં કરે. આ માટે નવી SITની રચના કરવામાં આવી છે. CBI ડિરેક્ટરની દેખરેખ હેઠળ નવી વિશેષ તપાસ સમિતિની રચના કરી છે.
5 સભ્યો હશે SITમાં
તિરુપતિ પ્રસાદમ વિવાદ મામલે SCએ મોટો નિર્ણય લીધો છે. સુપ્રિમ કોર્ટે આ કેસની તપાસ માટે SITની રચના કરવાનો નિર્ણય લીધો છે. જેમાં 5 સભ્યો હશે. તેમાં બે-બે ઑફિસર સીબીઆઇ અને રાજ્ય સરકારના રહેશે. જ્યારે FSSAIના એક એક્સપર્ટ પણ ટીમમાં સામેલ હશે.