તિરુપતિ મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે. જેમાં અમૂલ દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઇ છે. અમૂલ દ્વારા ઘી સપ્લાય કરાયાની અફવાને લઈ ફરિયાદ થઇ છે. અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
સાયબર ક્રાઇમે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
સાયબર ક્રાઇમે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.એનિમલ ફેટ વાળુ ઘી અમૂલે સપ્લાય કર્યાની પોસ્ટ હતી. અલગ અલગ 7 પ્રોફાઈલ ચલાવનાર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે. અમુલ દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઇ છે. પ્રસાદમાં અમુલ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવ્યો હોવાની અફવાહને લઈ ફરિયાદ થઇ છે. આંધ્ર પ્રદેશના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં લાડુમાં કથિત ભેળસેળને લઈને ચાલી રહેલા વિવાદમાં અમૂલ ઈન્ડિયા સાફ થઈ ગઈ છે. કંપનીએ કહ્યું છે કે તેમના દ્વારા તિરુપતિ મંદિરમાં ક્યારેય ઘી સપ્લાય કરવામાં આવ્યું નથી. અમૂલ ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર આવા અહેવાલો સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે અમારા તરફથી તિરુપતિ મંદિરમાં ઘી (અમૂલ ઘી) સપ્લાય કરવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું કે આ તમામ અહેવાલો અફવા છે.
અમૂલ ઘી બનાવવા માટે અમારી પાસે ISO પ્રમાણિત ઉત્પાદન પ્લાન્ટ છે
અમૂલ ઈન્ડિયાએ કહ્યું કે અમારું ઘી સખત પરીક્ષણો પછી બનાવવામાં આવે છે. આમાં ભેળસેળને કોઈ અવકાશ નથી. અમૂલ ઘી બનાવવા માટે અમારી પાસે ISO પ્રમાણિત ઉત્પાદન પ્લાન્ટ છે. ઘી બનાવવામાં વપરાતું દૂધ પણ અમારા કલેક્શન સેન્ટરમાં આવે છે. અહીં દૂધની ગુણવત્તા પણ ચકાસવામાં આવે છે. અમે FSSAI ના તમામ ધોરણોને અનુસરીને અમારા તમામ ઉત્પાદનોનું ઉત્પાદન કરીએ છીએ. અમે છેલ્લા 50 વર્ષથી સારી પ્રોડક્ટ્સ આપીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે કોઈપણ માધ્યમથી અમૂલ વિશે આવો ખોટો પ્રચાર ન કરો.
Source link