NATIONAL

Tirupati: શું હોય છે આસ્થાનું ઘોષણાપત્ર? પવન કલ્યાણની વિદેશી દિકરીએ કર્યુ સાઇન

આંધ્રપ્રદેશના ડે. સીએમ પવન કલ્યાણની નાની દિકરી પોલિના અંજની કોનિડેલાએ બુધવારે પોતાના પિતાની સાથે તિરુપતિ મંદિર જતા પહેલા આસ્થાનું ઘોષણાપત્ર સાઇન કર્યું છે. મંદિરના નિયમો અનુસાર બિન-હિંદુ અથવા વિદેશીઓએ મંદિરમાં જતા પહેલા આસ્થાના ઘોષણા પર સહી કરવી પડે છે. પોલિના પવન કલ્યાણની તેના ત્રીજા લગ્નની પુત્રી છે અને તે ભારતની વિદેશી નાગરિક છે. તે પોતાના ભાઈ માર્ક સાથે રહે છે. તેમણે મંદિર બોર્ડના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા આસ્થાના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે તે સગીર હોવાથી પવન કલ્યાણે પણ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.

તિરુપતિ મંદિરે જતા પહેલા કર્યુ સાઇન 

રેણુ દેસાઈ અને પવન કલ્યાણની દીકરી આદ્યા પણ પોલિના સાથે મંદિર પહોંચી હતી. જનસેના પાર્ટીએ આસ્થા ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરતા પવન કલ્યાણ અને પોલિનાની તસવીરો શેર કરી છે. ટ્વિટર પર પોસ્ટ શેર કરતી વખતે પાર્ટીએ લખ્યું નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણની નાની દીકરી પોલિના અંજની કોનિડેલાને તિરુમાલા વેંકટેશ્વર સ્વામીના દર્શન માટે એક ઘોષણાપત્ર આપવામાં આવ્યું છે. તેણે તેના પર હસ્તાક્ષર કર્યા છે. પોલિના અંજની સગીર હોવાથી તેના પિતા પવન કલ્યાણ ગુરુએ પણ તેના પર હસ્તાક્ષર કર્યા છે.”

YSRCP પર લગાવ્યા હતા આરોપ 

મહત્વનું છે કે તિરુપતિ લાડુ પ્રસાદમ પર મોટા રાજકીય વિવાદ વચ્ચે પવન કલ્યાણ 11 દિવસની તપસ્યાના ભાગરૂપે તિરુપતિ મંદિરની ત્રણ દિવસની મુલાકાતે છે. પવન કલ્યાણના સહાયક અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં YSRCP શાસન દરમિયાન તિરુપતિ લાડુની તૈયારીમાં પશુ ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે YSRCP નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ આરોપોને ફગાવી દીધા છે.

11 દિવસનું પ્રાયશ્ચિત તપ કર્યું 

નાયડુના આરોપોના પગલે પવન કલ્યાણે કહ્યું કે મને એ વાતનો અફસોસ છે કે તિરુપતિ લાડુમાં ભેળસેળ થઇ રહી હોવાને જાણ મને બહુ મોડા થઇ. પવન કલ્યાણે ટ્વિટર પર લખ્યું હતું કે તિરુપતિ લાડુ પ્રસાદમ પવિત્ર માનવામાં આવે છે. તે અગાઉના શાસકોની ભ્રષ્ટ પ્રવૃત્તિઓને કારણે અશુદ્ધ થઇ ગયા. જેની ઓળખ શરૂઆતમાં ન થઇ શકવી તે હિંદુ જાતિ માટે કલંક છે. જેવી મને ખબર પડી કે લાડુના પ્રસાદમાં જાનવરોના અવશેષ છે હું હૈરાન થઇ ગયો. અપરાધ કર્યો હોય તેવી લાગણી થઇ. હું લોકોના કલ્યાણ માટે લડી રહ્યો છું એટલે મને દુઃખ છે કે આ બાબતે મને પહેલા ખબર કેમ ન પડી.

તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મમાં માનનાર દરેક વ્યક્તિએ કળિયુગના ભગવાન બાલાજી સાથે થયેલા આ અન્યાયનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ કારણથી મેં તપસ્યા શરૂ કરવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું કે તે તપસ્યા બાદ તિરુપતિ મંદિર જશે તેમ જણાવ્યું હતું. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button