- ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ
- ઓફલાઇન અને ઓનલાઈન બંને રીતે આધારકાર્ડમાં સુધારા કરી શકો
- સ્ટેપ ફોલો કરીને પણ તમારું આધાર કાર્ડ સુધારી શકો છો
આધારકાર્ડ ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણાય છે.આધાર કાર્ડમાં જન્મતારીખ, સરનામું અને બાયોમેટ્રિક ડેટા જેવી મહત્વપૂર્ણ વિગતો હોય છે.પરંતુ જો તમારા આધાર કાર્ડમાં ખોટી માહિતી હશે તો તમે મહત્વપૂર્ણ સરકારી યોજનાઓનો લાભ નહીં મેળવી શકો. જો તમારા આધારકાર્ડમાં પણ કોઈ માહિતીમાં ભૂલ હોય તો કેટલાક સરળ સ્ટેપ ફોલો કરીને પણ તમારું આધાર સુધારી શકો છો. તમે ઓફલાઇન અને ઓનલાઈન બંને રીતે આધારકાર્ડમાં સુધારા કરી શકો છો.
ઓફલાઇન આધારકાર્ડ સુધારવાની પ્રક્રિયા
સુધારણા ફોર્મ મેળવવા માટે સૌ પ્રથમ તમારે નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી પડશે. અહીં તમારે સુધારણા ફોર્મમાં તમારો 12-અંકનો આધાર નંબર, નામ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો ભરવાની રહેશે અને તમારે જણાવવું પડશે કે તમે તમારી કઈ વિગત બદલવા માંગો છો. જન્મ પ્રમાણપત્ર અથવા પાન કાર્ડ જેવા દસ્તાવેજોમાંથી એકની ફોટોકોપી ફોર્મ સાથે જોડવામાં આવશે.
દસ્તાવેજો સાથે ભરેલું ફોર્મ સબમિટ કરવાનું રહેશે
આધાર નોંધણી કેન્દ્રના અધિકારીઓને દસ્તાવેજો સાથે ભરેલું ફોર્મ સબમિટ કરવાનું રહેશે. તે અધિકારી તમારા બાયોમેટ્રિક્સની ચકાસણી કરશે અને ફોર્મ અને દસ્તાવેજની ચોકસાઈ માટે તપાસ કરશે. તમારા આધાર કાર્ડ પર જન્મ તારીખ અપડેટ કરવા માટે 50 રૂપિયા ફી લેવામાં આવે છે. એકવાર સબમિટ કર્યા પછી, તમારી સાચી જન્મ તારીખ થોડા દિવસોમાં આધાર સિસ્ટમમાં અપડેટ કરવામાં આવશે. તમને કેન્દ્ર પર એક URN સ્લિપ મળશે, જે તમને તમારી અપડેટ વિનંતીનું સ્ટેટસ ઑનલાઇન ટ્રૅક કરવાની મંજૂરી આપે છે.
આધારકાર્ડ પર ફોટો પણ બદલી શકાય છે
આ સાથે જ કોઈપણ વ્યક્તિ આધારકાર્ડ પર ફોટો પણ બદલી શકે છે. જે કોઈ વ્યક્તિ ફોટો બદલવા માંગે છે તેને આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે. જેમાં UIDAI ની સત્તાવાર વેબસાઇટ પરથી આધાર નોંધણી ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો. આ ફોર્મ ભરો અને તેને તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર પર લઈ જાઓ. ત્યાં કેન્દ્ર પર અધિકારીને ફોર્મ સબમિટ કરો અને તમારી બાયોમેટ્રિક વિગતો આપો. ત્યારબાદ અધિકારી તમારો નવો ફોટો લેશે. આ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી તમારી વિનંતીની સ્થિતિને ટ્રેક કરવા માટે તમને મંજૂરી ફોર્મ સાથે URN નંબર પ્રાપ્ત થશે.
ઓનલાઈન આધારકાર્ડ સુધારવાની પ્રક્રિયા
ઓનલાઈન જન્મ તારીખ બદલવા માટે તમારે સેલ્ફ-સર્વિસ અપડેટ પોર્ટલની મુલાકાત લેવી પડશે. હવે તમારે ‘આધાર અપડેટ કરવા આગળ વધો’ વિકલ્પ પસંદ કરવો પડશે. આગળ 12 અંકનો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને કેપ્ચા કોડની ચકાસણી કરો. ત્યારબાદ OTP મોકલો વિકલ્પ પર ક્લિક કરો અને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલેલ OTP દાખલ કરો અને લોગિન પર ક્લિક કરો. જે બાદ જન્મ તારીખ ફીલ્ડ પસંદ કરો અને સાચી માહિતી ભરો. જે બાદ તમારે PAN કાર્ડ અને જન્મ પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ પ્રદાન કરવી પડશે.ત્યારબાદ આ સબમિટ કર્યા પછી તમને સ્થિતિ તપાસવા માટે આધાર અપડેટ વિનંતી નંબર પ્રાપ્ત થશે. સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અને યોજનાઓની સીમલેસ એક્સેસ માટે તમારા આધાર કાર્ડ પરની તમામ માહિતી સચોટ છે તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે.
Source link