GUJARAT

આજે ગાંધીનગરમાં 51 ફૂટ, દહેગામમાં 40 ફૂટના રાવણનું દહન કરાશે: લોકોમાં ઉત્તેજના

ગાંધીનગર શહેર અને દહેગામમાં દશેરા નિમિતે રાવણ દહનના કાર્યક્રમ યોજાશે. જેમાં ગાંધીનગર ખાતે 51 ફૂટ અને દહેગામમાં 40 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવશે. દહેગામમાં પુતળાને વાંસના લાકડા અને પેપરથી તૈયાર કર્યુ હોવાથી પલટાયેલા વાતાવરણની દહેશતને લઇને આયોજકો દ્વારા પુતળાને પ્લાસ્ટીકના મીણીયાથી ઢાંકવામાં આવ્યુ છે. ગત વર્ષની જેમ આ વખતે પણ હજારોની જમનેદની રાવણ દહન જોવા માટે ઉંમટી પડશે.

અસત્ય પર સત્યના વિજયનો પર્વ દશેરા નિમિતે સેક્ટર-11 એલઆઈસી ગ્રાઉન્ડ ખાતે 51 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરાશે. સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરિયા ગરબા મહોત્સવના પાર્કિગ સ્થળે સાંજે 5:45 કલાકે રાવણદહનનો જાહેર કાર્યક્રમ યોજાશે. અગાઉ રાવણ દહનના 16 કાર્યક્રમો કરી ચૂકેલા નીતિનભાઈ પટેલના સહયોગથી રાવણ તૈયાર કરાયો છે, જેના દહન પહેલાં ભવ્ય આતશબાજી કરાશે. બીજી તરફ દહેગામમાં પાલિકા તથા શહેર ભાજપ સંગઠન દ્વારા રાવણ દહનની તૈયારી કરાઈ છે. મ્યુનિસિપલ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 40 ફૂટના રાવણના પુતળાને પટાંગણમાં મુકવામાં આવ્યો છે. રાત્રે 9 વાગ્યે ભવ્ય ઉજવણીના ભાગરુપે સતત એક કલાક ફટાકડાથી આતશબાજી કરવામાં આવશે. ચાર હજાર જેટલા ફટાકડાના શોટ હવામાં છોડવામા આવશે. દહેગામ શહેર તથા તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રાવણ દહન જોવા ઉમટી પડનાર હોવાની વિગતો છે. આ મામલે શહેર ભાજપ સંગઠન પ્રમુખ યોગેન્દ્ર શર્માએ જણાવ્યુ કે, સતત બીજા વર્ષે રાવણ દહનનો કાર્યક્રમ પાલિકા તથા શહેર ભાજપ સંગઠન દ્વારા યોજવા જઇ રહ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button