અઠવાડિયાના ત્રીજા દિવસે એટલે કે બુધવારે શેરબજારમાં ધીમી ગતિએ વેપાર થતો હોવા છતાં ભારતીય રેલવે સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં મોટી તેજી જોવા મળી છે. RVNL શેરથી લઈને IRFC સુધીના શેરમાં મોટો વધારો જોવા મળ્યો છે.
આ રેલવે શેરોમાં સૌથી વધુ ઉછાળો આવ્યો
જો આપણે બુધવારે સૌથી વધુ ઉછાળો નોંધાવનાર રેલ્વેના શેર વિશે વાત કરીએ તો ટીટાગઢ રેલ અને જ્યુપિટર વેગન્સ આ યાદીમાં પ્રથમ ક્રમે છે અને અનુક્રમે આ કંપનીના શેર 7 ટકા અને 12 ટકા સુધી વધતા જોવા મળ્યા છે. RVNL શેરઃ રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરની વાત કરીએ તો તેમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો. રૂપિયા 455.65 પર ખુલ્યા પછી તે રૂપિયા 482.50 સુધી પહોંચ્યો એટલે કે 5.14 ટકાનો ઉછાળો આવ્યો, ત્યારે રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના રેલ્વે સ્ટોકમાં પણ ઉછાળો જોવા મળ્યો છે, જેમાં 5.50 ટકાનો ઉછાળો આવ્યો છે. રેલવેનો આ શેર રૂ. 435.80 પર ખૂલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન આ રેલવે શેર 5.50 ટકા ઉછળીને રૂ. 461.20ના સ્તરે પહોંચ્યો હતો.
ત્યારે ભારતીય રેલવે ફાયનાન્સ કોર્પોરેશન એટલે કે IRFCના શેરમાં પણ બુધવારે તોફાની વધારો જોવા મળ્યો હતો અને આ રેલવે શેર ટ્રેડિંગ દરમિયાન 5.60 ટકા વધ્યો હતો. રેલ્વે કંપનીનો આ સ્ટોક 156.85 રૂપિયા પર ખુલ્યો અને 165.99 રૂપિયા સુધી ગયો છે. ત્યારે અન્ય રેલ્વે શેરોની વાત કરીએ તો ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC શેર 2.60 ટકા વધીને રૂપિયા 857 પહોંચ્યો હતો, જ્યારે BEML શેર લગભગ 3 ટકા વધીને રૂપિયા 4549 પહોંચ્યો છે.
રેલવે સ્ટોકમાં વધારો થવાનું કારણ શું?
બુધવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન રેલવે શેરોમાં મોટો ઉછાળો જોવા મળ્યો. ગયા મહિને નવેમ્બરમાં આ શેરો ખરાબ રીતે પછડાયા હતા, પરંતુ હવે તે મજબૂત રિકવરી મોડમાં હોવાનું જણાઈ રહ્યું છે અને રેલવેના મોટાભાગના શેરોએ રિક્વરી મેળવી લીધી છે. આ સિવાય રેલ્વે કંપનીઓને સતત મોટા ઓર્ડર મળી રહ્યા છે તેની અસર પણ કંપનીઓના શેરો પર પોઝિટિવ જોવા મળી છે.
Source link