GUJARAT

Navsari જિલ્લામાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા

  • ખેરગામ તાલુકામાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ
  • ચીખલી ખેરગામના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા
  • પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં ખેરગામ તાલુકામાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે. ચીખલી ખેરગામના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી થઇ છે. ગામના અનેક ઘરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જેમાં ખેરગામ APMC માર્કેટમાં પણ પાણી ભરાયા છે.

નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ થયુ

નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ થયુ છે. જેમાં નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ પૂર્ણા નદીના જળસ્તર વધતા લોકોને એલર્ટ કરાયા છે. તથા લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રની સૂચના છે. લાઉડસ્પીકર દ્વારા લોકોને ખસી જવા સૂચના અપાઈ છે. તેમાં શાંતાદેવી રોડ, બંદર રોડ વિસ્તારના લોકોને સુચના આપવામાં આવી છે. રાયચંદ રોડ વિસ્તારમાં તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. ઉપરવાસ સહિત જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ પર છે.

રેલનગર તરફ જવાનો રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો

નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમજ રાજકોટમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં શ્રોફ રોડ, કલેક્ટર કચેરી, ભિલવાસ વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ નગર, હેમુ ગઢવી હોલ, ઈન્દ્રપ્રસ્થ નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. કાલાવડ અન્ડર બ્રિજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભુવનેશ્વર તરફના માર્ગ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રેલનગર પોપટપરાનું નાળામાં પાણી ભરાતા માર્ગ બંધ થયો છે. રેલનગર તરફ જવાનો રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button