- મંદી દૂર થાય તેવી પ્રાર્થના કરવા હનુમાનજીના મંદિરે જશે
- શનિવારના રોજ બોટાદથી સાળંગપુર સુધીની યાત્રા કાઢશે
- હીરા વેપારી, કારખાના માલિકો, રત્નકલાકારો ભાગ લેશે
બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદીને લઈ વેપારીઓ હનુમાનજી દાદાના શરણે જશે. હીરા ઉદ્યોગમાં સતત લાંબા સમયથી મંદીના કારણે હીરા વેપારી સહિત રત્નકલાકારો પરેશાન છે.
શનિવારના રોજ બોટાદથી સાળંગપુર સુધી હીરા વેપારી, કારખાનાના માલિકો, રત્નકલાકારો આશરે 3 હજાર લોકો ડી.જે.વગાડતા દાદાના દરબારમાં જશે. હનુમાનજી દાદાને ધજા ચડાવી દાદાને મંદી માંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરશે. બોટાદ જિલ્લામાં નાના મોટા મળી કુલ 1500 જેટલા કારખાનામાં મહિલા સહિત 70 હજાર જેટલા લોકો રોજગારી મેળવી રહ્યા છે. હાલ હીરામાં મંદી અને વરસાદ ખેંચાતા આગામી દિવસોમાં લોકોને હિજરત કરવી પડે તેવું ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ ધોળુંએ નિવેદન આપ્યું હતું.
સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયા છે
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં મંદીનો માહોલ છે. જેને લઇને દિવાળી પહેલા જ રજાઓ જોવા મળી રહી છે. હીરાના ધંધામાં આવેલ મંદીનો સામનો હાલ રત્ન કલાકારો કરી રહ્યા છે. સતત ધંધામાં આવી રહેલ મંદીને લઇને રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે. હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે. સુરત (Surat) જિલ્લામાં વધુ એક રત્ન કલાકારએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું. કામરેજના કઠોદરા ગામે આવેલ ઓમ પ્લાઝા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય રોહિત ભાઈ ભૂપતભાઇ જોગાણીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.
Source link