આજે ખેડા જિલ્લામાં દશેરા પર્વની ઉજવણી થવાની છે. ત્યારે જીલ્લાના વડામથક નડિયાદ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડમાં 55 ફુટ ઊંચા રાવણનુ દહન કરવામાં આવશે. આ સમયે નડિયાદ શહેરના અને આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટશે. પંજાબી સમાજ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
પંજાબી સમાજ દ્વારા દશેરાની ભવ્ય ઉજવણી
નડિયાદ સંતરામ મંદિરના પટાંગણમાં છેલ્લા 8 દિવસથી રાવણના પૂતળાનું સટ્રક્ચર બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જે હાલ પરીપૂર્ણ થઈ ચૂકી છે. છેલ્લા 70 વર્ષથી પરંપરાગત રીતે નડિયાદમાં પંજાબી સમાજ દ્વારા દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં દશેરાના દિવસે બપોર બાદ સંતરામ મંદિરથી નિયત કરેલા માર્ગો પર શોભાયાત્રા નીકળે છે. જે બાદ મોડી સાંજે 7 વાગ્યાની આસપાસ આ શોભાયાત્રા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચે છે અને ત્યાં ભવ્ય રીતે રાવણ દહન કાર્યક્રમ યોજાય છે. આ સમયે હજારોની સંખ્યામાં નડિયાદના નગરજનો અને આસપાસના ગ્રામજનો હાજર રહે છે.
મહત્વનું છે કે, અમદાવાદના મુસ્લિમ પરિવાર દ્વારા આ સમગ્ર રાવણ બનાવવાની કામગીરી કરવામાં આવે છે અને આ વ્યવસાય સાથે આ પરિવાર છેલ્લા પાંચ પેઢીથી જોડાયેલો છે.
55 ફુટ ઊચા રાવણનુ દહન કરવામાં આવશે
આ કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ આ પંજાબી સમાજ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. અને 55 ફુટ ઊચા રાવણનુ દહન કરવામાં આવશે. ખાસ આ વખતે રાવણના ખભાના ભાગેથી આતશબાજીનુ વિશેષ આકર્ષણ હશે. આ ઉપરાંત ઝાંખી અને આતશબાજી પણ કરવામાં આવશે. મુખ્ય મહેમાનમા સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ હાજરી આપશે. પર્વને લઇને પંજાબી સમાજ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.
Source link