GUJARAT

Amreli: રાજુલા માર્કેટીંગ યાર્ડ સામે ટ્રાફિકની સમસ્યા હલ થશે

  • રેલવેની જગ્યા હોવાને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી
  • રેલવે વિભાગની મંજૂરી મળતા રોડ પહોળો કરવામાં આવશે
  • રેલવે વિભાગના પોલ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા

અમરેલી જિલ્લામા આવેલ રાજુલા શહેરમાં માર્કેટીંગ યાર્ડની સામે રેલવેની જગ્યા હોવાને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી રહેતી હતી. માર્કેટીંગ યાર્ડ અને ભેરાઈ રોડ છતડીયા રોડ બંને મોટા માર્ગ પસાર થતા હોવાને કારણે વાહનોની અવર-જવર આ વિસ્તારમાં વધુ હોવાને કારણે ટ્રાફિક જામની સમસ્યામાંથી હવે મુક્તિ મળશે. કેન્દ્ર સરકારમાંથી રેલવે વિભાગની મંજૂરી મળતા હવે આ જગ્યા ખુલ્લી કરવામાં આવશે. ઉપરાંત આ જગ્યા નગરપાલિકાને સોંપવામાં આવી છે. રેલવે વિભાગના પોલ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. આવતા દિવસોમાં અહીં સેન્ટરમાં સર્કલ બનાવવા માટેની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત બ્યુટીફીકેશની કામગીરી આવતા દિવસોમાં અહીં કરવામાં આવશે.

રાજુલાના ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, માર્કેટીંગ યાર્ડ ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણ, ચેમ્બરના વેપારી બકુલભાઈ વોરા, ગૌરાંગભાઈ મહેતા, મનીષભાઈ વાળા, સાગરભાઈ સરવૈયા, અમિતભાઇ બાબરીયા, પિન્ટુભાઈ ઠક્કર, ઘનશ્યામભાઈ લાખણોત્રા સહિત સ્થાનિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રેલવે વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજુલા શહેરમાં ઘણા સમયથી પ્રજાની માગ હતી, આ રસ્તો રાજુલાનો મુખ્ય માર્ગ છે રેલવે અને કેન્દ્ર સરકાર દ્વારા જગ્યા ફાળવી છે. રસ્તો પોહળો કરવા માટે કેન્દ્ર સરકારએ મંજૂરી આપી દીધી છે, વિશાળ સર્કલ બનાવવા માટે મંજૂરી મળી છે. રેલવેના હાલમાં પોલ છે તે કાઢવામાં આવશે. આવતા દિવસોમાં બ્યુટીફીકિશન કેવી રીતે થાય તે દિશામાં કામ કરાશે નગરપાલિકા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના આગેવાનો સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button