GUJARAT

રાજ્યમાં 14 સેક્શન ઓફિસરોની બદલી, 3 નાયબ સેક્શન ઓફિસરની બઢતી

સામાન્ય વહીવટ વિભાગે સેક્શન ઓફિસરોની બદલી અને બઢતીનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યમાં 14 સેક્શન ઓફિસરોની બદલી કરવામાં આવી છે. જ્યારે 3 નાયબ સેક્શન ઓફિસરની બઢતી કરવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ સામન્ય વહિવટ વિભાગ દ્વારા સેક્શન ઓફિસરોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 14 સેક્શન ઓફિસરોની બદલી તો 3 નાયબ સેક્શન ઓફિસરને સેક્શન ઓફિસર બઢતી કરવામાં આવી છે.

સચિવાલય સામાન્ય સંવર્ગ પર ફરજ બજાવતા નીચે મુજબના સેક્શન અધિકારી, વર્ગ-2 ના કિસ્સાઓમાં તેમના નામ સામે કોલમ-(3)માં દર્શાવેલ વિભાગ/કચેરીમાંથી તાત્કાલિક અસરથી બદલી કરી તેમની સેવાઓ કોલમ-(4) માં દર્શાવેલ વિભાગ/કચેરી ખાતે સેક્શન અધિકારી તરીકે નિમણૂક સારૂ ફાળવવામાં આવે છે. સચિવાલય સામાન્ય સંવર્ગ પરના નીચે મુજબના નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ (પગાર ધોરણ રૂ.૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦/- પે મેટ્રીક્સ લેવલ-૭)ને સચિવાલય સામાન્ય સંવર્ગ, સેક્શન અધિકારી, વર્ગ-૨ (પગાર ધોરણ રૂ.૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦ પે મેટ્રીક્સ લેવલ-૮) ની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે બઢતી આપી તેમના નામ સામે કોલમ-(૪)માં દર્શાવેલ વિભાગમાં સેક્શન અધિકારી તરીકે નિમણૂક માટે ફાળવવામાં આવે 

બઢતીથી કરવામાં આવેલ નિમણૂક નામ. હાઇકોર્ટમાં પડતર SCA/2155/2019, LPA/731/2019 IN SCA/2155/2019, LPA/844/2019 IN SCA/2155/2019ના આખરી ચૂકાદાના આધીન રહેશે.

સામાન્ય વહીવટ વિભાગના તા.૧૭/૦૮/૨૦૨૧ના પરિપત્ર ક્રમાંક: મદસ/૧૦૨૦૨૧/ ૨૫૧૧૭૫/ખ-૧ થી સચિવાલય સેવાના નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ની કામચલાઉ પ્રવરતાયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પ્રસ્તુત બઢતીનો હુકમ ઉક્ત કામચલાઉ પ્રવરતાયાદીને આખરી કરતી વખતે કોઇ ફેરફાર થશે તો તેને આધીન રહેશે.

બદલીના હુકમમાં દર્શાવેલ ક્રમ: ૧,૩,૪ અને ૫ ઉપરના સેક્શન અધિકારીઓના કિસ્સામાં તેઓની પ્રતિનિયુક્તિ સંદર્ભે સેવા વિષયક બાબતોનો વિભાગ તેમના નામ સામે કોલમ -(૪) માં દર્શાવેલ વિભાગ રહેશે. ઉપર્યુક્ત હુકમનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે. જો કોઇ અધિકારી/કર્મચારી સંદર્ભે રજૂઆત હોય તો પણ પ્રથમ તેમને બદલી/બઢતી વાળી જગ્યાએ હાજર થવા છૂટા કર્યા બાદ રજૂઆત સામાન્ય વહીવટ વિભાગને કરવાની રહેશે..


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button