![Travel tips : કૈલાશ માનસરોવર યાત્રાનો પ્લાન કરતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતોને જાણી લો Travel tips : કૈલાશ માનસરોવર યાત્રાનો પ્લાન કરતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતોને જાણી લો](https://i2.wp.com/images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Kailash-Mansarovar-Yatra-2025-2-1.jpg?w=780&resize=780,470&ssl=1)
કૈલાશ માનસરોવર યાત્રા ખૂબ જ ધાર્મિક અને ઐતિહાસિક યાત્રા માનવામાં આવે છે. કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે ઉનાળામાં ફરી શરુ થશે. કૈલાશ માનસરોવર યાત્રા પહેલા કેટલીક વાતો જાણવી તમારા માટે ખુબ જરુરી છે. તમને જણાવી દઈએ કે, કૈલાશ માનસરોવરનો એક મોટો વિસ્તાર ચીનના કબ્જામાં છે.હિન્દુઓ સિવાય જૈન અને બૈદ્ધ ધર્મના અનુયાયીઓ માટે આ યાત્રાનું વિશેષ મહત્વ છે. સમુદ્ર તળથી કૈલાશ માનસરોવરની ઉંચાઈ અંદાજે 22 હજાર ફીટ છે.
કૈલાશ માનસરોવર ઉત્તરાખંડના લિપુલેખ પાસથી 65 કિલોમીટર દૂર છે. સિક્કિમના નાથુલાથી તેનું અંતર 802 કિલોમીટર છે, જ્યારે ભારતીયો માટે કૈલાસ માનસરોવર પહોંચવાનો ત્રીજો રસ્તો નેપાળની રાજધાની કાઠમંડુથી છે, જે અંદાજે 500 કિલોમીટર દૂર છે.
કૈલાશ માનસરોવર યાત્રામાં અંદાજે 25 દિવસનો સમય લાગે છે. જેમાં અંદાજે 2 થી 3 લાખ સુધીનો ખર્ચો થાય છે. KMVNને આના માટે 32 હજાર રુપિયાનો ચાર્જ આપવો પડે છે. તેમજ 2400 રુપિયા ચીનના વિઝાનો ચાર્જ છે. તમને જણાવી દઈ કે, જો તમે 100 ટકા ફિટ હોવ તો જ તમે આ યાત્રા કરી શકો છો.
યાત્રાનો સમય જૂન થી સપ્ટેમબર વચ્ચેનો છે.યાત્રા પર જવા માટે ઉંમર 18 થી 70 વર્ષની હોવી જરુરી છે. યાત્રા પહેલા યાત્રિકોને 3 દિવસ દિલ્હીમાં ટ્રેનિંગ આપવામાં આવે છે.પાસપોર્ટ, વીઝા,એડ્રેસ પ્રુફ, પાસપોર્ટ સાઈઝના ફોટોની સાથે સાથે તમારી પાસે મેડિકલ સર્ટિફિકેટ હોવું જરુરી છે. આ જરુરી ડોક્યુમેન્ટસ વગર યાત્રા કરવી અસંભવ છે.આ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ ખુબ જરુરી છે.
કૈલાશ પર્વત હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર સ્થળ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ તેમની પત્ની પાર્વતી સાથે કૈલાસ પર્વત પર રહે છે. જૈન ધર્મમાં એવું માનવામાં આવે છે કે ભગવાન ઋષભ દેવે અહીં નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે બૌદ્ધ ધર્મમાં તેને બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, આજ સુધી કૈલાશ પર્વત પર કોઈ ચઢી શક્યું નથી. દુનિયાનો સૌથી ઉંચો પર્વત એવરેસ્ટની ઉંચાઈ 2 હજાર મીટર ઓછી છે. તમારા માટે કૈલાશ પર્વત પર 52 કિમીની પરિક્રમા કરવી શક્ય બની શકે છે. કૈલાશ પર્વત પર ચઢાણ ખૂબ જ ઢાળવાળું છે, તેથી તેના પર ચઢવું લગભગ અશક્ય છે.
કૈલાસ પર્વતમાળા કાશ્મીરથી ભૂટાન સુધી ફેલાયેલી છે, જેમાંથી મોટાભાગનો ભાગ તિબેટમાં આવે છે, જે ચીનના નિયંત્રણ હેઠળ છે. લ્હા ચુ અને ઝોંગ ચુ વચ્ચે બે જોડાયેલ શિખરો ધરાવતો એક પર્વત છે, જેમાંથી ઉત્તરીય શિખર કૈલાશ તરીકે ઓળખાય છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
Source link