Travel With Tv9 : કસોલમાં Snowfall વચ્ચે કરો ક્રિસમસ સેલિબ્રેશન ! સોલો ટ્રાવેલનો થશે માત્ર આટલો ખર્ચ, જુઓ તસવીરો
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં કસોલનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે કસોલ ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.
કસોલ હિમાચલ પ્રદેશનું એક સુંદર ગામ છે. જે તેના અદભૂત લેન્ડસ્કેપ્સ, શાંતિપૂર્ણ વાતાવરણ અને ટ્રેકિંગ સ્થળો માટે જાણીતું છે.અમદાવાદથી તમે તમારા બજેટ અને પસંદગીના આધારે ટ્રેન અથવા ફ્લાઇટમાં જઈ શકો છો. દેશભરના લોકો શિયાળામાં કસોલ ફરવા માટે આવતા હોય છે. ખાસ કરીને અહીં લોકો નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.
હિમાચલના કસોલ જવા માટે તમે ટ્રેન અને ફ્લાઈટ મારફતે પહોંચી શકો છો. તમે હિમાચલના કસોલ પહોંચી ત્યાં થોડોક સમય આરામ કરી શકો છો. ત્યારબાદ કસોલના સ્થાનિક માર્કેટમાં શોપિંગ કરી શકો છો. બીજા દિવસે પાર્વતી નદીના કિનારે સમય પસાર કરી શકો છો. ત્યારબાદ તમે મણિકરણ સાહેબ ગુરુદ્વારામાં દર્શન કરી શકો છો. જ્યાં ગરમ પાણીમાં જ લંગરનું જમવાનું બનાવવામાં આવે છે. ત્રીજા દિવસે ખીરગંગા સુધીનો ટ્રેક કરી શકો છો. ત્યારબાદ તમે અમદાવાદ પરત ફરી શકો છો.
તમે કસોલ 5 દિવસના પ્રવાસ માટે જઈ રહ્યાં છો. તમે ફ્લાઈટનો વિકલ્પ પસંદ કરવાથી ઓછા સમયમાં તમે કસોલ પહોંચી શકો છો. ત્યારબાદ તમે પહેલા દિવસે કસોલ માર્કેટમાં શોપિંગ કરી શકો છો. બીજા દિવસે પાર્વતી રિવર પાસે વોક કરી શકો છો. તેમજ સવારે 5 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી તમે મણિકરણ સાહેબ ગુરુદ્વારામાં દર્શન કરી શકો છો. ત્રીજા દિવસે ખીરગંગા ટ્રેક કરી શકો છો. કુદરતી સૌંદર્ય, ગરમી ઝરણાં અને આસપાસના વાતાવરણનો આનંદ લઈ શકો છો. ચોથા અને પાંચમાં દિવસે ખીરગંગાથી પરત આવી અમદાવાદ ફ્લાઈટ અથવા ટ્રેન મારફતે ઘરે પરત ફરી શકો છો.
ક્રિસમસની ઉજવણી કરવા માટે કેટલાક લોકો કસોલ જતા હોય છે. જો તમે 7 દિવસ માટે કસોલ જવા માગો છો તો આશરે 22,000 થી 25,000નો ખર્ચ થાય છે. જો તમે નવાવર્ષની ઉજવણી કરવા માટે જાવ છો તો કસોલમાં હોટલનું બુકિંગ અગાઉથી કરવુ હિતાવહ છે. તમે પહેલા 4 દિવસમાં પાર્વતી નદી, મણિકરણ સાહેબ ગુરુદ્વારા,ખીરગંગા ટ્રેકની મુલાકાત લઈ શકો છો. જ્યારે પાંચમાં દિવસે તોશ ગામની મુલાકાત લઈ શકો છો. તેમજ છઠ્ઠા દિવસે મલાણા ગામની મુલાકાત લઈ શકો છો. સાતમાં દિવસે ફ્લાઈટ અથવા ટ્રેન મારફતે રવાના થઈ શકો છો.
Travel With Tv9 સિરીઝના આવા જ બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Source link