Travel With TV9 : નાતાલની રજાઓમાં પરિવાર સાથે પુડુચેરીમાં ફરવા જવા માટે થશે માત્ર આટલો ખર્ચ, જુઓ તસવીરો
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં પુડુચેરીનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે પુડુચેરી ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.
નાતાલની રજાઓમાં મોટાભાગના લોકો ઘરની બહાર ઉજવણી કરવા માગતા હોય છે.તો આજે આપણે જાણીશું કે તમે તમારા મિત્રો અથવા તો પરિવાર સાથે ઓછા બજેટમાં પુડુચેરીના ક્યાં સ્થળોએ જોઈ શકો છો. તેમજ ત્યાંની મજામાણી શકો છો.
અમદાવાદથી ચેન્નાઈ સુધી તમે ટ્રેન અને ફ્લાઈટ મારફતે પણ પહોચી શકો છો. ત્યારબાદ તમે ટેક્સીના માધ્યમથી પુડુચેરી પહોંચી શકો છો. પુડુચેરી પહોંચી તમે થોડોક સમય આરામ કરી શકો છો. ત્યારબાદ તમે Promenade Beach & French Quarterની મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે તમે Sri Aurobindo Ashramની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત Auroville પહોંચી તમે Matrimandirની આસપાસના વિસ્તારોની પણ મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ Chunnambar Boat Houseની રાઈડ કરી શકો છો.ત્રીજા દિવસે તમે Paradise Beach પર જઈને આરામ કરી શકો છો. તેમજ વોટર સ્પોર્ટસની મજામાણી શકો છો. આ ઉપરાંત પુડુચેરીના સ્થાનિક માર્કેટની મુલાકાત લઈને ખરીદી કરી શકો છો.
પુડુચેરી પહોંચવા માટે તમે ટ્રેન અને ફલાઈટ બંન્ને વિકલ્પનો ઉપયોગ કરીને પહોંચી શકો છો. પુડુચેરી પહોંચી તમે Promenade Beach & French Quarterની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમે ફ્રીમાં પ્રવેશ કરી શકો છો. બીજા દિવસે તમે Aurobindo Ashram અને Aurovilleના Matrimandirની મુલાકાત લઈ શકો છો. જ્યાં 100 રુપિયાની આસપાસ એન્ટ્રી ફિ રાખવામાં આવેલી છે. ત્રીજા દિવસે તમે Chunnambar Boat House & Paradise Beach પર માત્ર 50 થી 100 રુપિયામાં બોટ રાઈડની મજા માણી શકો છો. ત્યારબાદ Puducherry Botanical Gardenની મુલાકાત પણ લઈ શકો છો. ચોથા દિવસે તમે Arikameduમાં archaeological site જોઈ શકો છો. તેમજ Serenity Beach અને લોકલ નાઈટ માર્કેટમાંથી શોપિંગ કરી શકો છો. પાચમાં દિવસે તમે Puducherry Museum & Raj Niwasની મુલાકાત લઈ તમે અમદવાદ પરત ફરી શકો છો.
તમે સાત દિવસના વેકેશન માટે પુડુચેરી જવા માગતા હોવ તો તમે ફ્લાઈટ કે ટ્રેન દ્વારા ચેન્નાઈ સુધી પહોંચી તમે ટેક્સી કે લોકલ બસ મારફતે પુડુચેરી પહોંચી શકો છો. ત્યાં જઈ તમે Promenade Beach & French Quarterની જોઈ શકો છો. બીજા દિવસે Sri Aurobindo Ashram અને Aurovilleના આસપાસના વિસ્તારોની મુલાકાત માટે જઈ શકો છો. ત્રીજા દિવસે તમે Puducherry Botanical Garden અને Chunnambar Boat House & Paradise Beachની મજા માણી શકો છો. જ્યાં તમને 250 થી 500 રુપિયાની ટિકિટમાં બોટ રાઈડ કરી શકશો. ચોથા દિવસે તમે Arikamedu,Serenity Beach & Kargil War Memorialની મુલાકાત લઈ શકો છો. પાંચમાં દિવસે તમે Puducherry Museum & Raj Niwasની મુલાકાત લઈ રાત્રિ બજારમાંથી શોપિંગ કરી શકો છો. છઠ્ઠા દિવસે તમે Veerampattinam Beach & Visit Villianur Templeમાં દર્શન કરીને Puducherry Heritage Walk કરી શકો છો. સાતમાં દિવસે તમે અમદાવાદ પરત ફરી શકો છો.
Travel With Tv9 સિરીઝના આવા જ બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Source link