Life Style

Travel With Tv9 : ક્રિસમસ વેકેશનમાં માત્ર આટલા ખર્ચમાં જ કરી શકો છો દુબઈ ટ્રીપ, જુઓ ફોટા

દુબઈ તમે કોઈ પણ ફ્લાઈટ મારફતે પહોંચી હોટલમાં ચેકઈન કરી આરામ કરી શકો છો. જો આરામ ન કરવો હોય તો તે દિવસે તમે બુર્જ ખલીફા, દુબઈ મોલ, દુબઈ એક્વેરિયમની મુલાકાત લઈ શકો છો. જેનો આશરે ખર્ચ 3700 થી 5700 વચ્ચે આવી શકે છે. Day-2 બીજા દિવસે તમે દુબઈ મરિના, જેબીઆર બીચ, પામ જુમેરાહ, એટલાન્ટિસ એક્વાવેન્ચરની મુલાકાત લઈ શકો છો. જેનો ખર્ચ લગભગ 5 થી 7 હજાર થઈ શકે છે. ત્યાર બાદ તમે Day-3 ત્રીજા દિવસે દુબઈ ફ્રેમ, દુબઈ ડેઝર્ટ સફારી કરી શકો છો. Day-4 ચોથા દિવસે તમે આશરે 1000 રુપિયાની ટિકીટમાં ગ્લોબલ વિલેજની મુલાકાત લઈ શકો છો. Day-5 આ ઉપરાંત પાંચમાં દિવસે દુબઈ મિરેકલ ગાર્ડન તમે સવારે 9 થી સાંજના 9 વાગ્યા સુધીમાં જોવા જઈ શકો છો.Day-6અમીરાતના મોલ ખાતે સ્કી દુબઈની મજા આશરે 4 હજાક રુપિયામાં માણી શકો છો. Day-7 અમીરાતના મોલમં ખરીદી કરી તમે અમદાવાદમાં આવી શકો છો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button