Travel With Tv9 : નાતાલની રજાઓમાં Snowfallની મજા માણવા જમ્મુ-કાશ્મીરનો કરો પ્રવાસ, જુઓ તસવીરો
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે જમ્મુ-કાશ્મીર ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.
નાતાલની રજાઓમાં મોટાભાગના લોકો ઘરની બહાર ઉજવણી કરવા માગતા હોય છે.તો આજે આપણે જાણીશું કે તમે તમારા મિત્રો અથવા તો પરિવાર સાથે ઓછા બજેટમાં જમ્મુ-કાશ્મીરના ક્યાં સ્થળોએ જોઈ શકો છો. તેમજ ત્યાંની મજામાણી શકો છો.
અમદાવાદથી નાતાલની રજાઓ માણવા માટે તમે જમ્મુ- કાશ્મીર જવા ઈચ્છો છો તો તેનો આશરે 13 હજાર જેટલો થઈ શકે છે. તમે 3 દિવસ માટે જમ્મુ- કાશ્મીર ફરવા જાવ છો તો શ્રીનગર પહોંચી Dal Lakeની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ Nishat Bagh, Shalimar Baghની ફ્રીમાં મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે તમે Gulmarg Gondolaની મુલાકાત પણ લઈ શકો છો. ત્યારબાદ તમે ત્યાંથી પરત ફરી ત્રીજા દિવસે Shankaracharya Templeમાં દર્શન કરી અમદાવાદ પરત ફરી શકો છો.
નાતાલની રજાઓ માણવા માટે તમારા જમ્મુ- કાશ્મીર જવુ હોય તો તમે ટ્રેન અને ફ્લાઈટ મારફતે જઈ શકો છો. જેના માટે તમારા અમદાવાદથી ફ્લાઈટમાં શ્રીનગર પહોંચી શકો છો. ત્યારબાદ તમે Dal Lakeની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ Nishat Bagh, Shalimar Baghની ફ્રીમાં મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે તમે Gulmarg Gondolaની મુલાકાત પણ લઈ શકો છો. ત્યારબાદ તમે ત્યાંથી પરત ફરી ત્રીજા દિવસે Pahalgam આવી Betaab Valley, Lidder Riverના સુંદર દ્રશ્યો જોઈ શકો છો. આ ઉપરાંત તમે ચોથા દિવસે તમે Sonamargમાં Thajiwas Glacier જોઈ તમે ફોટા પાડી શકો છો. આ ઉપરાંત પાંચમાં દિવસે તમે Shankaracharya Temple અને સ્થાનિક માર્કેટમાં શોપિંગ કરી શકો છો.
અમદાવાદથી 7 દિવસ માટે જમ્મુ-કાશ્મીર ફરવા જવુ હોય તો આશરે 25000 જેટલો ખર્ચ થશે. જેમાં ફ્લાઈટની આવતા -જવાની ટિકિટ, જમવાનું, રહેવા સહિતના ખર્ચનો સમાવેશ થઈ શકે છે. તમે સાત દિવસમાં Dal Lake,Nishat Bagh, Shalimar Bagh,Gulmarg Gondola,Betaab Valley, Lidder River, Magnetic Hill, Pangong Lake અને Shankaracharya Templeની મુલાકાત લઈ શકો છો.
Travel With Tv9 સિરીઝના આવા જ બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Source link