GUJARAT

Sabarkantha સહિત સમગ્ર ગુજરાતમાં TRB જવાનોની હડતાળ, પગાર વધારાની કરી માગ

સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ટીઆરબી જવાનોની પગાર વધારા તેમજ વિશેષ ભથ્થામાં વધારા મામલે આજની હડતાળમાં સાબરકાંઠા જિલ્લો પણ જોડાયો છે, સાથોસાથ જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી રાજ્ય સરકાર પાસે પગારના વધારા સહિત અન્ય ભથ્થાઓમાં પણ વધારાની માગ કરવામાં આવી છે.

પગાર વધારાની માગ અને વિશેષ ભથ્થાઓમાં અન્યાય મામલે રાજ્ય સરકાર સામે હડતાળ

છેલ્લા 15 વર્ષથી સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ટીઆરપી જવાનોની ફોજ થકી ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવે છે, જોકે આજે ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સવારથી જ હડતાળમાં જોડાયા છે. જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી પગાર વધારાની માગ તેમજ વિશેષ ભથ્થાઓમાં અન્યાય મામલે રાજ્ય સરકાર સામે હડતાળથી વિરોધાભાસ રજૂ કર્યો છે, જોકે સ્થાનિક ટ્રાફિક બ્રિગેડોની વાત કરવામાં આવે તો ગુજરાતના તમામ શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી બની રહી છે.

રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં કેવા પગલાં લેવાય છે તે જોવું મહત્વનું

ત્યારે TRB જવાનોની પણ એટલી જ જરૂરિયાત રહે છે, જોકે હાલમાં તેમને જે વેતન મળે છે તે અન્ય કર્મચારીઓની સમકક્ષ ન હોવાની સાથે જ અન્ય કોઈ વધારાના ભથ્થા તેમજ પારિવારિક સમસ્યાઓ સામે રાજ્ય સરકાર દ્વારા અપાતા વિશેષ સહયોગ ટ્રાફિક બ્રિગેડમાં મળતો નથી, જેના પગલે હવે આજથી તેમને હડતાળ કરી રાજ્ય સરકાર પાસે અન્ય કર્મચારીઓની જેમ પગાર વધારા સહિત વિશેષ ભથ્થા આપવાની માગ કરી છે. જોકે આ મામલે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં કેવા પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહે છે.

અમદાવાદમાં TRB જવાનો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ શહેરની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ફરજ બજાવતા TRB ટ્રાફિક જવાનો આજે પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે. વેતનમાં વધારો કરવાની માગની સાથે સાથે જવાનોએ અન્ય ભથ્થઓની પણ માગણી કરી છે અને હડતાળ પર ઉતરી જતા શહેરમાં અનેક જગ્યાએ ભારે ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે અમદાવાદના વાડજ અને આરટીઓ સહિતના રસ્તાઓ પર ટ્રાફિકજામની મોટી સમસ્યા સર્જાતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button