ENTERTAINMENT

અક્ષય કુમાર પ્રિયંકા ચોપરાના અફેર બાદ ટ્વિંકલ ખન્નાએ છોડ્યું ઘર? જાણો સત્ય

ફિલ્મ નિર્દેશક સુનીલ દર્શને હાલમાં જ ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર વચ્ચેના સંબંધોને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 2001માં લગ્ન કર્યા બાદ ટ્વિંકલે તેના પતિ અક્ષયનું ઘર છોડી દીધું હતું. તેની પાછળનું કારણ હતું અક્ષયના પ્રિયંકા ચોપરા સાથેના સંબંધોની ચર્ચાઓ. વર્ષો પછી ફિલ્મ નિર્દેશકે ખિલાડી કુમારના અંગત જીવન પર મોટો ખુલાસો કર્યો છે.

અક્ષય-પ્રિયંકાના સંબંધોની ચર્ચાઓ

યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા સુનિલે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે અક્ષય ફિલ્મ ‘બરસાત’નું શૂટિંગ કરી રહ્યો હતો. તેને કહ્યું, ‘ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું અને પ્રિયંકા સાથે અક્ષયની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી. અચાનક એક દિવસ અક્ષયે મને ફોન કર્યો અને મળવાનું કહ્યું.

અક્ષયે અધવચ્ચે જ છોડી દીધી હતી ફિલ્મ

જ્યારે બંને મળ્યા ત્યારે અક્ષયે સુનીલને કહ્યું કે તેને ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળનું કારણ પ્રિયંકા અને તેની વચ્ચે ચાલી રહેલા અફેરની ચર્ચાઓ હતી, જે તેની પત્ની માટે અસહ્ય બની ગઈ હતી. સુનીલે એમ પણ કહ્યું હતું કે ટ્વિંકલ એક એક્ટ્રેસ હોવાને કારણે આ ઈન્ડસ્ટ્રીની સ્થિતિથી સારી રીતે વાકેફ હતી અને તેને આ સ્થિતિઓને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. પરિસ્થિતિ ત્યારે વધુ ખરાબ બની જ્યારે ટ્વિંકલે ઘર છોડી દીધું, જેના પછી ખિલાડી કુમાર પાસે ફિલ્મમાંથી બહાર જવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.

ડાયરેક્ટરે સ્પષ્ટ કર્યું કે તે આ મામલે પ્રિયંકાને દોષી ઠેરવતા નથી. તેને કહ્યું કે ‘પ્રિયંકા પોતાના ફાયદા માટે કામ કરી રહી હતી.’ અક્ષયે ફિલ્મ માટે ના પાડ્યા પછી, બોબી દેઓલે આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો અને સુનીલે તેને સામેલ કરવાનો નિર્ણય કર્યો.

અક્ષય ‘હાઉસફુલ 5’ના શૂટિંગમાં વ્યસ્ત

અક્ષય કુમાર હાલમાં જ ‘હાઉસફુલ 5’ માટે ક્રૂઝ પર શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, ફરદીન ખાન, જેકલીન ફર્નાન્ડીઝ જેવા ઘણા મોટા સ્ટાર્સ સામેલ છે. આ ફિલ્મ 6 જૂન 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button