NATIONAL

Mumbai લોકલ ટ્રેનના બે ખાલી ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલ સેવા પ્રભાવિત

રવિવારે બપોરે મુંબઈ સેન્ટ્રલથી કાર શેડમાં પ્રવેશતી વખતે ખાલી લોકલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે પશ્ચિમ મુંબઈ રેલવેની અવરજવરને મુખ્યત્વે અસર થઈ હતી. આ મામલે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે કહ્યું કે, કોઈ જાનહાનિના સમાચાર નથી. બપોરે 12.10 વાગ્યાની આસપાસ ટ્રેન પાટા પરથી ઉતરી ત્યારે તે ખાલી હતી.

અધિકારીએ માહિતી આપી

વિનીત અભિષેકે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાને કારણે પશ્ચિમ મુંબઈમાં રેલવે સેવાઓને અસર થઈ છે. આ ઘટના બાદ દાદર તરફ જતો સ્લો ટ્રેક ખોરવાઈ ગયો છે. અધિકારીએ કહ્યું કે, કોચને પાટા પર લાવવા અને સેવાઓ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રેલવે અકસ્માત સરકાર માટે પડકાર

દેશમાં દરરોજ કોઈને કોઈ રેલવે અકસ્માત થાય છે. જે રેલવે મંત્રાલય માટે એક પડકાર બની ગયો છે. ગત શુકવારે ચેન્નાઈ રેલવે વિભાગના પોનેરી-કાવરપેટ્ટાઈ સેક્શનમાં એક એક્સપ્રેસ ટ્રેન અને માલસામાનની ટ્રેન વચ્ચે ટક્કર થઈ હતી. તમિલનાડુના તિરુવલ્લુરમાં મૈસુર-દરભંગા બાગમતી એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર બની ગઈ હતી. આ અકસ્માતમાં 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ટ્રેનના એક ડબ્બામાં આગ પણ લાગી હતી

આ અકસ્માતનું કારણ ટ્રેનને મેઈન લાઈનના બદલે લૂપ લાઈનમાં જવાનું છે. જે સમયે આ ટ્રેનને અકસ્માત નડયો એ સમયે તેની સ્પીડ આશરે 75 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ ટ્રેન મેઈન લાઈનમાં જવાને બદલે લૂપ લાઈનમાં ચાલી ગઈ હતી. બાગમતી એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ જતાં ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. ટ્રેનના એક ડબ્બામાં પણ આગ લાગી હતી.

એક્સપ્રેસ ટ્રેન અને માલસામાનની ટ્રેન વચ્ચે ટક્કર

એલએચબી કોચ સાથેની ટ્રેન નંબર-12578 મૈસુરુ-ડિબ્રુગઢ દરભંગા બાગમતી એક્સપ્રેસ 11 ઓક્ટોબરે રાત્રે 8.27 વાગ્યે તિરુવલ્લુર જિલ્લામાં પોનેરી સ્ટેશન ક્રોસ કર્યા પછી આગળ વધવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી, દક્ષિણ રેલવેએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “કવારપેટા સ્ટેશનમાં પ્રવેશ કરતી વખતે, ટ્રેન મળી એક જોરદાર આંચકો લાગ્યો અને ટ્રેન મુખ્ય લાઇનમાં જવાને બદલે લૂપલાઇનમાં ઘૂસી ગઈ અને ત્યાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button