Ahmedabadના બાપુનગર માર્કેટમાં ભીષણ આગ: ભીડભંજન માર્કેટમાં 8 દુકાનો બળીને ખાખ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન માર્કેટમાં વહેલી સવારે આગ લાગતાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ. આગની શરૂઆત એક કપડાની દુકાનમાંથી થઇ અને થોડા સમયમાં આસપાસની વધુ દુકાનોમાં ફેલાઈ ગઈ. કુલ મળીને લગભગ આઠ દુકાનો આગની ઝપેટમાં આવી હતી.
જાણકારી મળતાં જ ફાયર વિભાગને તાત્કાલિક બોલાવવામાં આવ્યું. ઘટનાસ્થળે ચાર ફાયર ટ્રક પહોંચ્યાં અને આગને કાબૂમાં લેવા સતત પ્રયાસો કરવામાં આવ્યા. આગ એટલી વિકરાળ હતી કે દુકાનોમાં રાખેલું લાખો રૂપિયાનો માલ બળી ખાખ થઈ ગયો.
- વેપારીઓએ સલામત અંતર જાળવી રાખ્યું
સદનસીબે, આ બનાવામાં કોઈ જાનહાનિ થવાની જાણ નથી. ધુમાડાની અસરથી આસપાસના લોકો અને વેપારીઓએ સલામત અંતર જાળવી રાખ્યું. પ્રાથમિક તારણ મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે.
ફાયર વિભાગ અને પોલીસ તંત્ર દ્રારા આગના સાચા કારણની તપાસ ચાલુ છે. દિવાળીના તહેવાર પહેલા આ આગ માર્કેટના વેપારીઓ માટે મોટું આર્થિક નુકસાન સાબિત થયું છે, જેના કારણે તેમની નિરાશા વધારી.



