GUJARAT

Dabhoda: લિંબડિયા નજીક અર્ટિગા કાર ટ્રકની પાછળ ઘૂસી જતા બે યુવાનોના મોત

ગાંધીનગરના લીંબડીયા પાસે મધરાત્રે એક ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવકો મોતને ભેટયા હતા. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જઇને પરત અમદાવાદ આવતા હતા ત્યારે બંનેને લીંબડીયા પાસે અકસ્માતમાં કાળ ભરખી ગયો હતો. યુવાનોની અર્ટીગા ગાડી રોડ ની સાઇડમાં ઉભી રહેલી એક ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી.

અકસ્માત એટલી હદે ગંભીર હતો કે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બંને યુવાનો સ્થળ ઉપર જ મોતને ભેટયા હતા. ફાયરબ્રીગેડની ટીમે ગાડીના પતરાને કાપીને બંને લાશોને બહાર કાઢી હતી.આ બનાવમાં બે મહિલા તથા એક વર્ષના બાળકનો બચાવ થયો હતો. મધરાત્રે 2 વાગે પોલીસો કાફલો પણ પહોચી ગયો હતો અને ટ્રાફીકજામને ખુલ્લો કરાવ્યો હતો.

અમદાવાદ વસ્ત્રાલ સુર્યમ સોસાયટીમાં રહેતા દીપેશ રાજુભાઇ રમદાણી ( ઉ.વ. 34 ) તથા વિજયકુમાર મનહર લાલ જાગેટીયા (શાહ) ઉ.વ. 30 (રહે. નડીયાદ) બંને યુવાનો પરીવાર સાથે અર્ટીગા ગાડી નંબર જીજે.27.બીએસ.6003 લઇને રાજસ્થાન કોઇ લગ્ન પ્રસંગમાં ગયા હતા. બાદમાં લગ્ન પ્રસંગ પુરો કરીને રાત્રે પરત અમદાવાદ આવવા નીકળ્યા હતા. આ દરમિયાન કાલે મધરાત્રે ચિલોડાથી નરોડા હાઇવે પર લીંબડીયા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે લીંબડીયા કેનાલનો ઢાળ ઉતરતી વખતે અકસ્માત થયો હતો. પુરઝડપે જઇ રહેલી અર્ટીગા ગાડી રોડની સાઇડમાં કાચ સાફ કરવા માટે ઉભા રહેલા એક ટ્રક નંબર જીજે.03.બીડબલ્યુ.7847 ની પાછળ રમરમાટ ઘુસી ગઇ હતી. અકસ્માત એટલી હદે ગંભીર હતો કે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આગળના ભાગના ફુરચા બોલી ગયા હતા. ગાડીમાં આગળના ભાગમાં બેઠેલા બંને યુવાનો દબાઇ ગયા હતા અને ગંભીર ઇજાઓના કારણે સ્થળ પર જ મોતને ભેટતા ભારે અરેરાટી ફેલાઇ હતી. અકસ્માતની જાણ કરવામાં આવતા ફાયર બ્રીગેડ તેમજ આસપસમાંથી લોકો દોડી આવ્યા હતા.

હાઇવે પરના અન્ય વાહનો પણ થંભી જતા ટ્રાફીકજામ થઇ ગયો હતો.ડભોડા પોલીસના હે.કો. નીકુલ ચોધરી સહીત પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને લાશોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. ફાયરની ટીમે બંને યુવાનોની લાશોને ગાડીની બોડીને કાપીને બહાર કાઢી હતી. ગાડીમાં સવાર બે મહિલા તથા એક 1 વર્ષના બાળકનો બચાવ થયો છે. જેઓ ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખેસડવામાં આવ્યા છે. ડભોડા પોલીસે મૃતક દીપેશ તથા વિજયની લાશોને પીએમ માટે મોકલીને આગળની તજવીજ હાથ ધરી હતી. હાઇવે ઉપર અકસ્માતમાં બે યુવાનોના મોતની ઘટનાથી ભારે ચકચાર મચી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button