SPORTS

U-19 મહિલા T20 વર્લ્ડકપના શેડ્યૂલની થઇ જાહેરાત, જાણો ક્યારે રમાશે ભારતની મેચ

  • ICCએ અંડર-19 મહિલા વર્લ્ડકપનું શેડ્યૂલ જાહેર કર્યું
  • મલેશિયા કરશે અંડર-19 મહિલા વર્લ્ડકપની યજમાની
  • આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે

ICC દ્વારા અંડર-19 મહિલા વર્લ્ડકપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે આ ટૂર્નામેન્ટ મલેશિયાની યજમાનીમાં રમાશે. 18 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ વર્લ્ડકપમાં કુલ 16 ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા તમામ ટીમો 13 થી 16 જાન્યુઆરી સુધી પ્રેક્ટિસ મેચ પણ રમશે. આ વખતે અંડર-19 મહિલા વર્લ્ડકપની બીજી આવૃત્તિ હશે. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટની પ્રથમ આવૃત્તિનો ખિતાબ જીત્યો હતો. આ વખતે ભારતીય ટીમ 19 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, જેને દરેક 4 ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી 

  • ગ્રુપ A- ભારત, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, મલેશિયા
  • ગ્રુપ B- ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, યુએસએ
  • ગ્રુપ C- ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, આફ્રિકા ક્વોલિફાયર, સમોઆ
  • ગ્રુપ D- ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, એશિયા ક્વોલિફાયર, સ્કોટલેન્ડ


અંડર-19 મહિલા T20 વર્લ્ડકપ શેડ્યૂલ

  • 18 જાન્યુઆરી- ઓસ્ટ્રેલિયા વિ સ્કોટલેન્ડ
  • 18 જાન્યુઆરી- ઈંગ્લેન્ડ વિ આયર્લેન્ડ
  • 18 જાન્યુઆરી- સમોઆ વિ આફ્રિકા ક્વોલિફાયર
  • 18 જાન્યુઆરી- બાંગ્લાદેશ વિ એશિયા ક્વોલિફાયર
  • 18 જાન્યુઆરી- પાકિસ્તાન vs યુએસએ
  • 18 જાન્યુઆરી- ન્યુઝીલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા
  • 19 જાન્યુઆરી- શ્રીલંકા vs મલેશિયા
  • 19 જાન્યુઆરી- ભારત vs વેસ્ટ ઈન્ડિઝ
  • 20 જાન્યુઆરી- ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ
  • 20 જાન્યુઆરી- આયર્લેન્ડ વિ યુએસએ
  • 20 જાન્યુઆરી- ન્યુઝીલેન્ડ વિ આફ્રિકા ક્વોલિફાયર
  • 20 જાન્યુઆરી- સ્કોટલેન્ડ વિ એશિયા ક્વોલિફાયર
  • 20 જાન્યુઆરી- ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન
  • 20 જાન્યુઆરી- દક્ષિણ આફ્રિકા વિ. સમોઆ
  • 21 જાન્યુઆરી- વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શ્રીલંકા
  • 21 જાન્યુઆરી- ભારત vs મલેશિયા
  • 22 જાન્યુઆરી- બાંગ્લાદેશ vs સ્કોટલેન્ડ
  • 22 જાન્યુઆરી- ઇંગ્લેન્ડ vs યુએસએ
  • 22 જાન્યુઆરી- ન્યુઝીલેન્ડ વિ સમોઆ
  • 22 જાન્યુઆરી- ઓસ્ટ્રેલિયા વિ એશિયા ક્વોલિફાયર
  • 22 જાન્યુઆરી- પાકિસ્તાન vs આયર્લેન્ડ
  • 22 જાન્યુઆરી- દક્ષિણ આફ્રિકા vs આફ્રિકા ક્વોલિફાયર
  • 23 જાન્યુઆરી- મલેશિયા vs વેસ્ટ ઈન્ડિઝ
  • 23 જાન્યુઆરી- ભારત vs શ્રીલંકા
  • 24 જાન્યુઆરી- સુપર સિક્સ – B4 vs C4
  • 24 જાન્યુઆરી- સુપર સિક્સ – A4 vs D4
  • 25 જાન્યુઆરી- સુપર સિક્સ – B1 vs C2
  • 25 જાન્યુઆરી- સુપર સિક્સ – A3 vs D1
  • 25 જાન્યુઆરી- સુપર સિક્સ – C1 વિ B3
  • 26 જાન્યુઆરી- સુપર સિક્સ – A2 vs D3
  • 26 જાન્યુઆરી- સુપર સિક્સ – A1 vs D2
  • 27 જાન્યુઆરી- સુપર સિક્સ – B1 vs C3
  • 28 જાન્યુઆરી- સુપર સિક્સ – A3 vs D2
  • 28 જાન્યુઆરી- સુપર સિક્સ – C1 વિ B2
  • 28 જાન્યુઆરી- સુપર સિક્સ – A1 vs D3
  • 29 જાન્યુઆરી- સુપર સિક્સ – C2 વિ B3
  • 29 જાન્યુઆરી- સુપર સિક્સ – A2 vs D1
  • 31 જાન્યુઆરી- પ્રથમ સેમિફાઇનલ
  • 31 જાન્યુઆરી- બીજી સેમિફાઇનલ
  • 2 ફેબ્રુઆરી- ફાઇનલ




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button