દીવના દરિયામાં અજાણ્યો વ્યક્તિ દરિયામાં ચાલતો-ચાલતો ડૂબ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા જ ફાયરની ટીમોએ અજાણ્યા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, કેન્દ્રશાસિત દીવ ખાતે એક વ્યક્તિ દરિયામાં ડૂબી ગયો હોય તેવી જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ગત રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ દીવના જલંધર બીચ પર લોકો ફટાકડા ફોડી દિવાળીનો આનંદ માણી રહ્યા હતા તે દરમિયાન દીવ ચંડીકા માતાના મંદિર પાસે બેઠેલા લોકોએ એક વ્યક્તિ દરિયામાં ચાલતો ચાલતો જતો હોય તેવુ જોતા તેમને બૂમો પાડી, પરંતુ તે દરિયામાં આગળ ચાલતો જ ગયો.
ત્યારબાદ સ્થાનિકોએ દીવ પોલીસ વિભાગને જાણ કરતા પોલીસ તથા ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી અને તેની શોધખોળ હાથ ધરી હતી. આ વ્યક્તિ કોણ છે એ અંધારું હોવાથી કોઈ ને જાણકારી મળી શકી નથી, હાલ આગળ તેની તપાસ કરવામાં આવી રહી છે.
Source link