NATIONAL

UP: પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા બહરાઈચ હિંસાના આરોપી, બહેનનું નિવેદન વાયરલ

બહરાઈચમાં મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલી હિંસાના આરોપીઓ અને પોલીસે એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી અનુસાર બે આરોપીઓને પગમાં ગોલી લાગી છે, જ્યારે પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હિંસાના આરોપીઓ સાથે એન્કાઉન્ટરના સમાચાર સામે આવતા જ સરફરાઝ નામના આરોપીની બહેનનું નિવેદન સામે આવ્યું છે.

આરોપીની બહેનએ આપ્યું નિવેદન

સરફરાઝની બહેને કહ્યું છે કે, તેનું મામાનું ઘર મહારાજગંજમાં છે. રમખાણો બાદ એસટીએફની ટીમ 14મીએ મારા ઘરે આવી હતી અને મારા ઘરની તલાશી લીધી હતી. ત્યાં કોઈ ન મળતા તેઓ તેના પતિ અને દેવરને લઈ ગયા હતા. ત્યારથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. 16મીએ મને ખબર પડી કે મારા પિતા અને ભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે. સરફરાઝની બહેન રૂખસાનાએ કહ્યું કે, ગોપાલ મિશ્રાના મોતના કેસમાં મારા બે ભાઈઓ અને પિતાના નામ સામે આવ્યા હતા. તેની ધરપકડ બાદ તેના વિશે કોઈ સમાચાર નથી અને ન તો કેપ્ટન કંઈ કહી રહ્યા છે. મને ડર છે કે તેની સામે નકલી એન્કાઉન્ટર કરવામાં આવી શકે છે.

સરફરાઝની બહેને વડાપ્રધાન અને મુખ્યમંત્રીને કરી અપીલ

સરફરાઝની બહેને વડાપ્રધાન અને મુખ્યમંત્રીને તેના ભાઈ અને તેના પરિવારની સુરક્ષા કરવાની અપીલ કરી છે. નોંધનીય છે કે, દુર્ગા મૂર્તિના વિસર્જન બાદ બહરાઈચમાં હિંસા ફેલાઈ હતી, ત્યારબાદ પોલીસ આરોપીઓને શોધી રહી હતી. મળતી માહિતી મુજબ બહરાઇચ હિંસામાં માર્યા ગયેલા રામ ગોપાલ મિશ્રાની હત્યામાં સરફરાઝ અને તબિલનો હાથ હતો. બન્નેએ તેમના મિત્રો સાથે મળીને રામ ગોપાલ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ બન્ને આરોપીઓના લોકેશન પર સતત નજર રાખી રહી હતી. આ દરમિયાન બહરાઇચના નાનપારા તાલુકામાં થયેલા એન્કાઉન્ટરમાં પોલીસે બન્ને આરોપીઓને ઘાયલ કર્યા હતા.

કેવી રીતે ભડકી હતી હિંસા ?

મહત્વનું છે કે બહરાઇચના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના રેહુઆ મન્સુર ગામનો રહેવાસી રામ ગોપાલ મિશ્રાને ગોળી વાગી હતી. સાંજે 6 વાગે દુર્ગા મૂર્તિના વિસર્જનની શોભાયાત્રા નીકળી હતી. જેમાં અનેક લોકો સામેલ થયા હતા. આ શોભાયાત્રા એક ચોક્કસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઇ હતી ત્યારે બંને સમુદાય વચ્ચે બોલાચાલી થઇ હતી. આરોપ છે કે આ દરમિયાન ધાબા પરથી પથ્થરો ફેંકાવા લાગ્યા હતા. વિસર્જન દરમિયાન નાસભાગ મચી હતી. આ દરમિયાન ઘરની છત પર ચઢેલા રામ ગોપાલને ગોળી વાગતા તેનું મોત થયું હતું.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button