NATIONAL

UP: લોકો પાયલટે ટ્રેક પર જોયો 7 મીટરનો થાંભલો અને પછી…ષડયંત્રનો પર્દાફાશ

છેલ્લા ઘણા સમયથી ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હોવાના બનાવો સામે આવે છે. ક્યારેક એન્જિન છુટુ પડી જાય છે તો ક્યારેક ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બને છે. ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ટ્રેનને પલટ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાનપુર, ગાઝીપુર, દેવરિયા બાદ હવે રામપુર જિલ્લામાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ 
ઉત્તરાખંડ સરહદને અડીને આવેલી વસાહતની પાછળથી પસાર થતી રેલવે લાઇન પર એક જૂનો 7 મીટર ઊંચો ટેલિકોમ થાંભલો મૂકેલો જોવા મળ્યો હતો. તે દરમિયાન ત્યાંથી દેહરાદૂન (દૂન) એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. રેલવે ટ્રેક પર પોલ જોઈને ટ્રેનના લોકો પાયલટે ઈમરજન્સી બ્રેક લગાવીને મોટી દુર્ઘટના ટળી હતી. રેલવે ટ્રેક પર થાંભલો મુકાયો હોવાની માહિતી મળતાં જ જીઆરપી અને પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ પાટા પરથી થાંભલો હટાવ્યો હતો ત્યારબાદ ટ્રેન આગળ વધી હતી. 
લોકો પાયલટની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી 
આ ઘટના ગત બુધવારે રાત્રે બની હતી. બળવંત એન્કલેવ કોલોની પાછળથી પસાર થતા બિલાસપુર રોડ રૂદ્રપુર સિટી સ્ટેશનની કિમી 43/10-11 રેલ્વે લાઇન પર ટેલિકોમનો જૂનો 7 મીટર લાંબો લોખંડનો પોલ રેલ્વે ટ્રેક પર રાખવામાં આવ્યો હતો. બુધવારે રાત્રે લગભગ 11 વાગ્યે ત્યાંથી પસાર થઈ રહેલી દેહરાદૂન એક્સપ્રેસ (નં. 12091)ના લોકો પાયલટે થાંભલાને જોયો અને તાત્કાલિક સમયસૂચકતા વાપરીને બ્રેક લગાવીને ટ્રેન રોકી હતી.

જીઆરપી એસપીએ પણ તપાસ કરી હતી
આ ઘટનાની માહિતી દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેનના લોકો પાયલોટે સ્ટેશન માસ્ટર અને જીઆરપીને આપી હતી. માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. થોડા સમય બાદ રામપુર એસપી પણ જિલ્લા પોલીસની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું. ટીમે થાંભલાનો કબજો મેળવી રાત્રે જ શોધખોળ શરૂ કરી હતી. મુરાદાબાદના જીઆરપી એસપી વિદ્યા સાગર મિશ્રા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

રેલવે ટ્રેક પર પોલ કોણે મૂક્યો?
ગુરુવારે સવારે અધિકારીઓની ટીમ ફરી ઘટનાસ્થળે પહોંચી હતી. નજીકના લોકો પાસેથી પણ માહિતી લીધી. લોકોએ જણાવ્યું કે કોલોનીની પાછળથી પસાર થતી રેલ્વે લાઇન પર કેટલાક યુવકો ડ્રગ્સ લે છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ નાની મોટી ચોરીઓ થતી રહે છે. આ કામ એ લોકો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. હાલમાં જીઆરપી, આરપીએફ અને જિલ્લા પોલીસ આ થાંભલાને રાખનારા લોકોને શોધવામાં વ્યસ્ત છે.

અગાઉ પણ કરાયુ હતું ષડયંત્ર
ઉલ્લેખનીય છે કે રામપુર પહેલા યુપીના કાનપુર, દેવરિયા અને ગાઝીપુરમાં ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને પલટી મારવા માટે રેલ્વે ટ્રેક પર સિલિન્ડર મૂકવામાં આવ્યા હતા. સ્થળ પરથી સિલિન્ડર સિવાય કાચની બોટલ, માચીસ અને એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. જ્યારે ગાઝીપુરમાં રેલવે ટ્રેક પર લાકડાનો મોટો બ્લોક રાખવામાં આવ્યો હતો. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button